GSTV
Home » News » ઉપુલ થરંગાને હટાવી પરેરાને બનાવાયો શ્રીલંકાનો નવો કેપ્ટન

ઉપુલ થરંગાને હટાવી પરેરાને બનાવાયો શ્રીલંકાનો નવો કેપ્ટન

લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં ખરાબ દોર માંથી પસાર થઇ રહેલ શ્રીલંકાની ટીમને નવો કેપ્ટન મળી ગયો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (એસએલસી)એ ઉપુલ તરંગા પાસેથી વન-ડે અને ટી-20 ટીમની કેપ્ટન્સી પાછી લઇને કેપ્ટન્સીની કમાન સ્ટાર ઓલરાઉન્ડર તિસારા પરેરાને સોંપી દીધી છે. ઉપુલ તરંગાની કેપ્ટન્સીમાં શ્રીલંકાની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.

 

 

આ વર્ષે ઓગસ્ટ મહિનામાં રમવામાં આવેલી વન-ડે સીરીઝમાં ભારતે શ્રીલંકાની ટીમનો 0-5થી વ્હાઇટ વોશ કર્યો હતો. સાથે જ શ્રીલંકા ઓક્ટોબરમાં જ પાકિસ્તાન સામે રમાયેલી વન-ડે સીરીઝમાં શ્રીલંકા 0-5થી સીરીઝ હારી હતી. પરેરાને કેપેટન્સી સોંપતાં પહેલાં પસંદગીકર્તાઓએ અનેક નામો પર વિચાર કર્યો હતો અને અનેક નામો પર ચર્ચા પણ થઇ હતી પરંતુ અંતે પરેરાને કેપ્ટન બનાવવામાં આવ્યો.

પરેરાએ અગાઉ યૂએઇ અને પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ટી-20 સીરીઝમાં ટીમની કેપ્ટન્સીની જવાબદારી સંભાળી હતી. તે ટીમ ઇન્ડિયાના મુશ્કેલીભર્યા પડકાર માટે તૈયાર છે પરંતુ આ પ્રવાસ તેના માટે અગ્નિ પરીક્ષા સમાન છે.

Related posts

13 ઈન્ટરનેશનલ વનડે રમનારો આ ક્રિકેટર હવે ભારતીય ટીમને બેટીંગ શીખવાડશે

Kaushik Bavishi

ટીમ ઈન્ડિયાના નવા બેટીંગ કોચ તરીકે આ વ્યક્તિની થઈ પસંદગી

Kaushik Bavishi

ભારત – પાકિસ્તાનના તણાવ વચ્ચે રમાનાર ડેવીસ કપ સ્થગિત, નવેમ્બરમાં રમાવાની શક્યતા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!