GSTV
Auto & Tech Trending

SBI Alert : રહેજો સાવધાન ! ના કરશો આ લિંક પર ક્લિક, YONO એકાઉન્ટ બંધ થવાનો આ મેસેજ છે નકલી

શું તમારા ફોન પર SBI નો કોઈ મેસેજ મળ્યો છે કે, જેમાં એવું લખવામા આવેલું હોય કે તમારું YONO એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યુ છે. જો આવો મેસેજ તમને તમારા ફોનમા જોવા મળે તો સાવધાન રહેજો. આ મેસેજ સંપૂર્ણપણે નકલી અને ખોટો છે. એસબીઆઈ દ્વારા તેના ગ્રાહકોને આવો કોઈપણ મેસેજ મોકલવામાં આવ્યો નથી. PIB ફેક્ટ ચેકે આ અંગે થોડી વિશેષ માહિતી આપી છે.

શું કહેવામાં આવ્યું છે મેસેજમા?

PIB ફેક્ટ ચેકે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, હાલ એક ફેક મેસેજ બહાર આવી રહ્યો છે, જે SBI તરફથી કરવામાં આવી છે તેવો દાવો કરવામા આવી રહ્યો છે. આ મેસેજમા તમારું યોનો એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે તેવુ લખવામા આવ્યુ છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર મેસેજનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, તમારુ યોનો એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે.

આ મેસેજમા તમને તમારા પાનકાર્ડને અપડેટ કરી અને નેટ બેન્કિંગમાં લોગીન કરવા માટે કહેવામાં આવશે. તેમાં એક લિંક પણ શેર કરવામાં આવી છે, જેના પર યુઝરને ક્લિક કરવાનું કહેવામા આવે છે. આ લિંક સંપૂર્ણપણે નકલી છે. તેના પર ભૂલથી પણ ક્લિક ના કરશો અને તમારી કોઈપણ બેંકિંગ અથવા અન્ય વ્યક્તિગત માહિતી પણ અહીં શેર કરશો નહીં. આ લિંક દ્વારા સાયબર ક્રાઇમ કરતા ગુનેગારો તમને છેતરપિંડીનો શિકાર બનાવી શકે છે.

બેંકિંગ માહિતી ના કરો કોઈ સાથે શેર :

આ ઉપરાંત PIB ફેક્ટ ચેકે જણાવ્યું કે, તમારી બેંકિંગ વિગતો શેર કરવાનું કહેતા ઇ-મેઇલ અથવા એસએમએસનો જવાબ ક્યારેય પણ આપશો નહીં. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જો તમને આવો જ મેસેજ મળ્યો હોય તો તુરંત જ તેની માહિતી [email protected] પર મોકલો. આજકાલ સાયબર ક્રાઈમના કેસો ખુબ જ વધી રહ્યા છે. કોરોના રોગચાળા દરમિયાન મોટાભાગના લોકો બેંકિંગ સંબંધિત કામ ઓનલાઇન કરતા થઇ ગયા છે ત્યારે સાઇબર ક્રાઇમ કરતા ગુનેગારો પણ લોકોને ફંસાવવા માટે નવા-નવા પેંતરા લાવતા રહે છે.

Read Also

Related posts

ગરમીથી બચવાનો આ પ્રકારનો જુગાડ નહીં જોયો હોય તમે! વીડિયો જોતા જ લોટપોટ થઈ જશો

Siddhi Sheth

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla
GSTV