GSTV
Home » News » અમદાવાદ : રથયાત્રામાં સાબરમતી સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ રજૂ કરશે મલખંભના દિલધડક દાવ

અમદાવાદ : રથયાત્રામાં સાબરમતી સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ રજૂ કરશે મલખંભના દિલધડક દાવ

રથયાત્રામાં અવનવા રંગો આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. જેમાં વિસરાઇ રહેલી પ્રાચીન મલખંભની રમત છેલ્લા 6 વર્ષથી રથયાત્રા સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. રથયાત્રામાં પ્રિય બનેલી રમતનું આકર્ષણ વધતા રમતવીરો કલાકો સુધી પરસેવો પાળીને સઘન પ્રેક્ટીસ કરી રહ્યા છે.

આ વર્ષે પણ રથયાત્રામાં મલખંભ પણ જોવા મળશે. અમદાવાદનાં સાબરમતી ખાતે આવેલી સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા 7 વર્ષથી 16 વર્ષનાં વિદ્યાર્થીઓ આમ તો દરરોજ મલખંભની પ્રેક્ટીસ કરે છે. પણ રથયાત્રાને લઈને તેઓ વિશેષ મહેનત કરી રહ્યા છે. પહેલા આ રમતવીરોને પોતાનો શરીર ગરમ કરવા કસરત કરવી પડે છે. ત્યારબાદ શરૂ થાય છે મલખંભનાં અલગ અલગ દાવ.

વિદેશી રમતોના આકર્ષણમાં દેશી રમતો ખોવાઇ રહી છે. ત્યારે અમદાવાદ સાબરમતી ખાતે આવેલી સંસ્કૃત પાઠશાળામાં હજુ પણ આ દેશી રમતો જીવિત છે. દેશી રમતોની મદદથી બાળકોના શરીર કસાયેલા બને છે. માત્ર બાહ્ય નહીં, પરંતુ તમામ આંતરીક અવયવો પણ મજબુત બને છે. શારિરીક સાથે માનસિક ફાયદાઓ પણ મલખંભ જેવા દાવથી થતા હોય છે.

સ્વભાવિક છે કે, જ્યારે રંગેચંગે ભગવાન નગરયાત્રા પર નીકળવાના છે ત્યારે ભગવાન ની શાહી સવારીમાં ભારતની આ પ્રાચીન રમત મલખંભ ચાર ચાંદ લગાવી દેશે.

READ ALSO

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!