GSTV

કદાચ તમને ખ્યાલ નથી પણ ડુંગળી સિવાય આ 20 ખાદ્ય ચીજોમાં પણ ભાવ વધારો ઝીંકાયો છે, ખૂદ મોદી સરકારે પણ કર્યો સ્વીકાર

Last Updated on December 12, 2019 by Mayur

ચાલુ વર્ષે ડુંગળી અને બટાકાના ભાવમાં જ વધારો થયો હોય તેમ નથી. ચાલુ વર્ષે ૨૨ આવશ્યક ખાદ્ય ચીજોમાંથી ૨૦ વસ્તુઓના ભાવમાં વધારો થવા પામ્યો છે તેમ સરકારે લોકસભામાં જણાવ્યું હતું.ડુંગળી, બટાકાના ભાવમાં થયેલા વધારાના કારણે દેશભરમાં ઊહાપોહ થવા સાથે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જવા પામ્યા છે. ડુંગળીના વધતા ભાવને અંકુશમાં લાવવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કરાયા હોવા છતાં આજ દિન સુધી ડુંગળીના ભાવ ઊંચા જ છે.

ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને આજે લોકસભામાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ડુંગળીના ભાવ વધવાની સાથોસાથ ૨૨ આવશ્યક ખાદ્ય ચીજોમાંથી ૨૦ વસ્તુના ભાવમાં વધારો થવા પામ્યો છે. ચાલુ વર્ષના પ્રારંભથી અત્યાર સુધી ડુંગળીના ભાવ ચાર ગણા વધ્યા છે. કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલય દ્વારા આજે સંસદમાં ખાદ્ય ચીજોની માસિક સરેરાશ કિંમતની વિગતો રજૂ કરાઈ હતી. આ ડેટા જોતા માલુમ પડે છે કે માત્ર ડુંગળી અને બટાકા જ નહીં, બલ્કે તુવેર, અડદ અને મગની દાળના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

લોકસભાને માહિતી આપતા ગ્રાહક બાબતોના મંત્રીએ જણાવ્યું હતું કે માંગ અને પુરવઠા વચ્ચેનો ગેપ વધી જતા ભાવમાં વધારો થવા પામ્યો છે. આ ઉપરાંત, ખરાબ હવામાન, પરિવહન ખર્ચમાં વધારો, સંગ્રહનો અભાવ તેમજ કાળા બજારના કારણે પણ વિવિધ જણસોના ભાવમાં વધારો થયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ડુંગળી ૧૮ રૂા. કિલો હતી જેનો ડિસેમ્બરમાં સરેરાશ ભાવ રૂ. ૮૧ જેટલો છે. અડદ દાળની કિંમત વધીને કિલો દીઠ રૂા. ૧૦૦ નજીક પહોંચી છે. જે સપ્તાહ અગાઉ રૂા. ૭૦/૭૨ હતી.

તુવેર અને મગ દાળમાં પણ ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે. જ્યારે બટાકાના ભાવમાં ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. ઘઉં અને ચોખાનો બમ્પર પાક હોવા છતાંય તેના ભાવમાં ૧૦ ટકા સુધીનો વધારો થવા પામ્યો છે. આમ, ચાલુ વર્ષે માત્ર ડુંગળી-બટાકા જ નહીં બલ્કે જીવન જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવા પામ્યો છે.

READ ALSO

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!