ગુજરાતમાં પરપ્રાંતિયો ઉપર થયેલ હુમલા અને પલાયન ની ઘટના બાદ સુરતમાં રહેતા પરપ્રાંતિઓ સાથે કોઈ અનિછીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ એક્શનમાં આવી છે પરપ્રાંતીઓની સુરક્ષા માટે શહેરના દરેક પોલીસ મથકમાં કવીક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવાની તૈયારીઓ કરાઇ છે જે ટીમમાં પીએસઆઇ તેમજ હથિયારધારી પોલીસકર્મીઓ સવાર 8 થી રાતના 12 વાગ્યા સુધી હાજર રહેશે. તેમજ આ બાબતે રિવ્યુ બેઠક યોજાઇ જેમાં ઉદ્યોગપતિ, મજૂર યુનિયન, સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો હાજર રહ્યા હતા.
સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની નજર સોશિયલ મીડિયા ઉપર રાખવા સાથે લોકોને સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી જનક મેસેજથી દૂર રહેવા જણાવાયું છે. જે વિસ્તારમાં પરપ્રાંતિઓ રાત્રીના સમયે ઘરે જાય છે તેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાની પણ સૂચના આપવામાં આવી છે.