GSTV

અજીબ એડિક્શન/ મહિલાને લાગી છે માતા બનવાની લત, 11 પછી હવે ઈચ્છે છે 105 બાળકોને આખો પરિવાર

મહિલા

Last Updated on July 26, 2021 by Damini Patel

એડિક્શન તો કોઈ પણ હોઈ શકે છે, કોઈને ખરાબ લત લાગે છે તો કોઈ અને અજીબોગરીબ, જે અંગે વિચારીને પણ હેરાની થાય. એવી જ એક લત છે 23 મહિલાને. એમના નાની ઉંમરમાં જ 11 બાળકોની જવાબદારી સાચવી લીધી છે અને હવે પતિ-પત્ની ઈચ્છે છે કે એમના ઘરમાં 105 બાળકોની ચહેલ પહેલ હોય.

રૂસની રહેવા વાળી ક્રિસ્ટિના અને એમના પતિ ગેલીપ ઈચ્છે છે કે એમના ઘરમાં કિલકારીઓ ગુંજતી રહે. 23 વર્ષની ક્રિસ્ટિના અને 56 વર્ષના ગેલીપની તમન્ના છે કે ઘરમાં 105 બાળકો હોય અને તેઓ તેમનું ભારણ પોષણ કરે. કરોડપતિ કપલના પહેલાથી જ 11 બાળક છે અને વધુ બાળક પેદા કરવાની યોજના બનાવી ચુક્યા છે.

ઇતિહાસ રચવા માંગે છે કપલ

ક્રિસ્ટીના અને ગેલીપનું કહેવું છે કે તેવો 105 બાળકો સાથે ઇતિહાસ બનવવા માંગે છે. જો કે આટલા બધા બાળકો નેચરલી પેદા નહિ કરી શકાય, એવામાં આ કપલ સરોગેસીની મદદથી બાળકને જન્મ આપશે. એમાં થનાર તમામ ખર્ચ કપલ પોતે ઉપાડશે. હાલ ક્રિસ્ટીનાએ 1 જ બાળકને જન્મ આપ્યો છે જે 6 વર્ષની છોકરી છે બીજા સેરોગેસીથી પેદા થયા છે. ક્રિસ્ટિનાનું કહેવું છે કે તેઓ મા બનવાની એડિક્ટ થઇ ગઈ છે. કરોડપતિ કપલને ઉમ્મીદ છે કે સરોગેસીનો ઉપયોગ કરી એમના દર્જનો બાળકો પેદા થઇ શકે છે. એના માટે કપલ કરોડો ખર્ચવા માટે પણ તૈયાર છે.

પતિ અને પત્ની સરોગસી વિકલ્પ શોધી રહ્યા છે

પરિવાર વધારવાની બાબતમાં પતિ-પત્ની બંનેનો સમાન મત છે. આ વાત તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી કહી દીધી છે કે તેને સેંકડો બાળકો જોઈએ છે. જ્યોર્જિયાના બટુમામાં રહેતા આ દંપતી વધુ સરોગસી વિકલ્પોની શોધમાં છે. ક્રિસ્ટિના 23 વર્ષની 11 બાળકોની માતા કહે છે કે તે બાળકોને ખૂબ જ પસંદ કરે છે. તે કહે છે કે તે તેના બાળકોની સંભાળ રાખવામાં આનંદ મેળવે છે. આ દંપતીને ખબર નથી કે તેઓ કેટલા વધુ બાળકો રાખી શકે છે, પરંતુ તેઓ નિશ્ચિતપણે કહે છે કે તેઓ 10 બાળકોને વળગી રહેવાનું વિચારી રહ્યા નથી. તેઓ બધા બાળકોની સારી સંભાળ લેવાનો પ્રયાસ કરે.

Read Also

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!