GSTV

બોબી દેઓલની સાથે આશ્રમમાં ઈન્ટીમેટ સીન આપવાવાળી ત્રિધા ચૌધરીની આ છે ઈચ્છા!

Last Updated on November 25, 2020 by Ankita Trada

બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ’ વિવાદોની વચ્ચે MX પ્લેયર પર રિલીઝ થઈ ચૂકી છે. તેને પ્રેક્ષકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અભિનેત્રી ત્રિધા ચૌધરીએ ‘આશ્રમ સિઝન 2’માં બોબી દેઓલ સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા છે. ત્રિધા ચૌધરીએ આ સિરીઝમાં બબીતાની ભૂમિકા નિભાવી છે. ત્રિધા પશ્ચિમ બંગાળની રહેવાસી છે. તેણે 2013માં બંગાળી ફિલ્મ ‘મિશૌર રોહોસ્યો’થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

દહેલીઝથી ટીવી ડેબ્યૂ કર્યું

ત્રિધાએ 2016માં સ્ટાર પ્લસના શો દહેલીઝથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. ત્રિધા રણબીર કપૂર અને સંજય દત્તની ફિલ્મ ‘શમશેરા’માં પણ જોવા મળશે. આશ્રમ પૂર્વે તે એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ બંદિશ બંદિતમાં પણ કામ કરી ચૂકી છે.

વરુણ ધવનને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ મોકલ્યો

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ત્રિધાએ કહ્યું કે તે વરુણ ધવનની મોટી સમર્થક છે અને તે તેની સાથે રોમાન્સ કરવા માગે છે. આશ્રમની અભિનેત્રીએ કહ્યું કે તેણે વરુણ ધવનને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ મોકલ્યો છે. ત્રિધા સોશિયલ મીડિયા પર અત્યંત એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના હોટ અને બોલ્ડ ફોટો ફેન્સ સાથે શેર કરતી હોય છે.

READ ALSO

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!