GSTV

ધારાસભ્યમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બનાવ માટે ભુપેન્દ્ર પટેલના કામ આવ્યું આ મહત્વનું ફેક્ટર, મેળવી હતી હાઈએસ્ટ લીડ

Last Updated on September 13, 2021 by Pritesh Mehta

ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલ ૧. ૧૭ લાખની હાઈએસ્ટ લીડથી જીત્યા હતા અને લીડ તેમને ગુજરાતના લીડર બનવા સુધી ખેંચી લઈ ગઈ. ભુપેન્દ્ર પટેલને સીએમ પદે નિમવા પાછળ તેમની આ જીત પણ એક મહત્વનું કારણ છે.

ભુપેન્દ્ર પટેલ

પાટીદાર આંદોલન પછીની ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી ભાજપ માટે ખૂબ જ મહત્વની હતી ત્યારે આ ચૂંટણીમાં અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ભુપેન્દ્ર પટેલ ૧. ૧૭ લાખની હાઈએસ્ટ લીડ સાથે જીત્યા હતા. આનંદીબેન પટેલના મતવિસ્તાર ઘાટલોડિયામાંથી પહેલી જ વારની ચૂંટણીમાં આટલી બધી લીડ સાથે જીતીને ભુપેન્દ્ર પટેલે રેકોર્ડ કાયમ કર્યો હતો. એટલુ જ નહીં સામે પણ કોંગ્રેસ દ્વારા પાટીદાર ઉમેદવાર જ ઉભો રાખવામા આવ્યો હતો ત્યારે ૧. ૧૭ લાખની હાઈએસ્ટ લીડથી ભુપેન્દ્ર પટેલે મેળવેલી જીત સીએમ તરીકેની વરણી પાછળ મહત્વનું કારણ માનવામા આવે છે.

ભુપેન્દ્ર

પાટીદાર ધારાસભ્ય હોવા ઉપરાંત બિનવિવાદીત છબી અને પ્રથમવારની જ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હાઈએસ્ટ લીડથી જીત અપાવવી તે ભુપેન્દ્ર પટેલ માટે પ્લસ પોઈન્ટ સાબીત થયો છે. પાટીદારોના રોષને ડામવા કડવા પાટીદાર સમાજમાં સારી એવી લોકપ્રિયતા ધરાવતા ભુપેન્દ્ર પટેલ ભાજપ માટે હવે ખરા અર્થમાં માસ્ટર સ્ટ્રોક સાબીત થશે તેવુ આકલન થઈ રહ્યુ છે.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

Related posts

Big Breaking / ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, અહીં નોંધાયા બે કેસ

Zainul Ansari

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વિસ્ફોટક દાવો કે સિદ્ધુ જોડાવાના હતા આપમાં, હવે તે નહીં જોડાય કારણ કે…

pratik shah

મોટા સમાચાર / માહિતી ખાતાની CLASS – 1 અને CLASS – 2 પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ જાહેર, જુઓ એક ક્લિકમાં સંપૂર્ણ લિસ્ટ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!