GSTV
Home » News » મોદી સરકારનો આગામી 100 દિવસોમાં આ હશે એક્શન પ્લાન

મોદી સરકારનો આગામી 100 દિવસોમાં આ હશે એક્શન પ્લાન

નીતિ આયોગની સાથે સાથે મંત્રાલયોના અધિકારીઓએ પણ 100 દિવસમાં શું થઈ શકે તેનો પ્લાન બનાવવાની શરૂઆત કરી દીધી છે. એક મીડિયા સંસ્થાએ કેટલાક મંત્રાલયોના અધિકારીઓ સાથે વાત કરીને 100 દિવસનો ટાર્ગેટ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

modi parliamentary committee

આ વખતે મોદી સરકારના કાર્યકાળમાં સૌથી વધુ ફોક્સ રોજગારી સર્જન પર હશે. 100 દિવસના એક્શન પ્લાનમાં કંસ્ટ્રક્શન, ટૂરિઝમ અને ટેક્સટાઈલ જેવા સેક્ટરમાં જરૂરી પરિવર્તન કરવાની યોજના છે. જેથી આ સેક્ટરમાં સૌથી વધારે રોજગારીનું સર્જન થઈ શકે. આ સેક્ટરમાં નાણાંકિય તરલતા રહે અને ખાનગી રોકાણ વધે તે માટેના વિકલ્પો શોધવામાં આવશે.

આગામી દિવસોમાં સરકારના મોઢે એગ્રી બિઝનેસ, ઈઝ ઓફ લિવિંગ અને ભારતને 5 ટ્રીલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું ટાર્ગેટ જેવા શબ્દો અવાર નવાર સાંભળવા મળે તો નવાઈ નહી. એક મીડિયા સંસ્થાએ કેન્દ્રીય વાણિજ્ય, કૃષિ અને ઉદ્યોગ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચામાં એ જાણવાની કોશિશ કરી કે સરકારનો 100 દિવસનો એક્શન પ્લાન શું છે.

જેમાં સામે આવ્યું કે કેટલાક મંત્રાલયોની કાર્યપ્રણાલી હજુ પણ રૂઢીવાદી જેવી છે જેથી આવા મંત્રાલયોની કાર્યપ્રણાલીને સંશોધિત કરવા માટેનું કહેવાઈ શકે છે અને 100 દિવસ બાદ તેનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ લેવાશે. પ્રથમ 100 દિવસના એજન્ડામાં એવી યોજનાઓને સમાવાશે કે જેનો ટાર્ગેટ 100 દિવસ પહેલા પૂરો થઈ શકે. મોટી યોજનાઓ માટે મોટા સંશાધનોની જરૂર પડશે જેને બજેટ જાહેરાત પર છોડી દેવામાં આવશે. એવી પણ સંભાવના છે કે નવી સરકારનું બજેટ જૂલાઈની શરૂઆતમાં આવી શકે છે.

બીજી સંભાવના એ છે કે કે 100 દિવસના એક્શન પ્લાનમાં એવા સુધારાઓની ઓળખ કરાવામાં આવશે જેને લઈને મોદી સરકાર આગળ પણ ચાલશે. મહત્વનું છે કે 100 દિવસનો એક્શન પ્લાન પીએમઓની પહેલ હોય છે. આ બજેટની યોજનાઓ સાથે આગળ વધશે. જે નોર્થ બ્લોકમાં બનશે. નવા નાણાપ્રધાન દ્વારા સંસદમાં રજૂ કરાશે.

રેલવે મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર વધુ બે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવુ અને ટ્રેનોની સ્પીડ વધારવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. આ યોજનાઓને આગામી બજેટમાં જ જગ્યા મળી શકે છે..100 દિવસના એક્શન પ્લાનમાં તેનો સમાવેશ થાય તેવી સંભાવના ઓછી છે. આ ઉપરાંત ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે સરકાર મોટા નિર્ણયો લેશે. જેમાં સ્ટાર્ટ અપ ઈન્ડિયા, એગ્રિ એક્સપોર્ટ નીતિ અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને લઈન પોતાની યોજનાઓ આગળ વધારશે.

READ ALSO

Related posts

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!