મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ બજારના જોખમને આધિન છે પરંતુ, જો કોઈ રોકાણકાર લાંબા ગાળા માટે રોકાણ કરે છે તો જોખમમાં ઘટાડો રહે છે અને મ્યુચ્યુઅલ ફંડથી મળતું વળતર વધારે પડતુ હોય છે. મ્યુચ્યુઅલ ફંડના ઘણા નિયમો છે કે, જે રોકાણ કરતી વખતે રોકાણકારે યાદ રાખવાની જરૂર છે અને મ્યુચ્યુઅલ ફંડ્સના 15*15*15 નિયમો તેમાંથી એક છે. આ એસઆઈપીના નિયમમાં એવું જણાવવામા આવ્યું છે કે, જો કોઈ રોકાણકાર 15 વર્ષ માટે દર મહિને 15 હજાર રૂપિયા રોકાણ કરો તો તે રકમ પરિપક્વ થઈને અંદાજે 1 કરોડ રૂપિયા થઇ શકે છે કારણકે, વળતર દર વર્ષે લગભગ 15 ટકા જેટલું હશે. રોકાણકાર તેની જોખમ ક્ષમતાના આધારે સ્મોલ-કેપ, મિડ-કેપ અથવા લાર્જ-કેપ ફંડ પસંદ કરી શકે છે.

આ નિયમ કેવી રીતે કામ કરે છે?
આ નિયમમાં એવું કહેવામાં આવ્યું છે કે, 15 વર્ષ માટે 15 હજાર માસિક એસઆઈપી પર 15 ટકા વાર્ષિક વળતર મેળવીને એક કરોડથી વધારાનું ભંડોળ એકત્રિત કરી શકાય છે. જો તમે 15 ટકા વાર્ષિક વળતર સાથે જાઓ છો તો તમને 27 લાખની રોકાણ કરેલી રકમ પર કુલ 74,52,946 રૂપિયા સુધીનું અંદાજિત વળતર મળશે. એકંદરે 15 વર્ષના સમયગાળા માટે પરિણામી ભંડોળ આશરે 1,01,52,946 હશે.

મ્યુચ્યુઅલ ફંડના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી યોજનાઓ 15 * 15 * 15 નિયમો માટે વધુ સારો છે :
- સ્મોલ-કેપ ફંડ : એસબીઆઈ સ્મોલ કેપ ફંડ – નિયમિત વૃદ્ધિ સીએજીઆર – 66 ટકા .
- મિડ-કેપ ફંડ : આદિત્ય બિરલા સન લાઇફ મિડ ફંડ – પ્લાન – ગ્રોથ રેગ્યુલર પ્લાન; સીએજીઆર – 26 ટકા .
- લાર્જ-કેપ ફંડ : એચડીએફસી ટોપ 100 ફંડ્સ – રેગ્યુલર પ્લાન – ગ્રોથ સીએજીઆર – 38 ટકા .

Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત