GSTV
Home » News » VIDEO : અહીં આપ્યું હતું અટલજીએ છેલ્લું ભાષણ, કુદરતી આફતની વચ્ચે કર્યું હતું સંબોધન

VIDEO : અહીં આપ્યું હતું અટલજીએ છેલ્લું ભાષણ, કુદરતી આફતની વચ્ચે કર્યું હતું સંબોધન

અાજે વાજપેયીની તબિયત અત્યંત નાજુક છે. દરેક ભારતીય તેઅો સાજા થાય માટે દુઅાઅો કરી રહ્યો છે. અામ છતાં વાસ્તવિકતા અે છે કે, તેમની તબિયત લથડી ગઈ છે અને તેઅો વેન્ટિલેટર પર છે. જેઅો ફરી સાજા થાય તેવી સંભાવના ઘણી જ અોછી છે. તેમની તબિયત અંગે 5:30 વાગે ફરી અેકવાર બુલેટિન બહાર પડી શકે છે. વાજપેયી અે કવિ હ્રદયી વ્યક્તિ હતા. જેઅો પોતાની વાકપટુતાથી વિપક્ષને પણ મોહી લેતા હતા. અાજે મોદીના ભાષણનો જેવો ક્રેઝ છે તેવો ક્રેઝ વાજપેયીનો હતો. તેમની પાસે શબ્દોનું ભંડોળ હતું . જેના પગલે તેમનું ભાષણ સાંભળવા લાખોની ભીડ જામતી હતી. વાજપેયીની હાલમાં નાદુરસ્ત તબિયત વચ્ચે વાજપેયી બોલી શકવાની સ્થિતિ નથી ત્યારે અમે તમને તેમના છેલ્લાં ભાષણનો અહીં વીડિયો મૂકી રહ્યાં છે. પંજાબના અમૃતસરમાં ખરાબ હવામાનમાં પણ વાજપેયીઅે ભાષણ અાપી પંજાબીઅોના દિલ જીતી લીધા હતા.

ભાષણના અંશો….

વાજપેયીઅે ખેડૂતોની ચિંતા કરતા કહ્યું હતું કે, મિત્રો અે સાંભળીને નવાઈ લાગી કે કોંગ્રેસના નેતાઅોઅે અાતંકવાદની ચિંતા કરી રહયાં છે…..

વોટ માટે કોંગ્રેસ નીચલી કક્ષાઅે પણ જઇ શકે છે. અાપણે મળીને પંજાબને બનાવવનું છે અને દેશને બનાવવાનો છે.

હાલમાં મોઘવારી વધી રહી છે. કઠોળના ભાવ, ચોખાના ભાવ કેમ વધી રહ્યાં છે. ભાવ ને ઘટાડવા માટે કેન્દ્રઅે શું કર્યું ?

ભારતની સરકાર  ગરીબોનું પેટ ભરી શકે તેમ નથી. ગરીબો દાળમાં કેટલું પાણી નાખી શકે .

તમને યાદ હશે અને હું યાદ અપાવીશ કે દિલ્હીમાં અને પંજાબમાં અમારી સરકાર હતી અમે મોંઘવારી વધવા દીધી ન હતી.

અમે લોકોને મરવા માટે છોડ્યા ન હતા. કિંમતોને કાબૂમાં લાવ્યા હતા….

પંજાબમાં સરકાર બદલાશે તો કિંમતોને કાબૂમાં લેવાશે. અકાલી દલ અને ભાજપનું મિલન અે દેશની સ્થિતિ બદલશે,.

 

અા વાજપેયીજીનું છેલ્લું ભાષણ હતું જેમાં કોંગ્રેસની સરકારને ઉખાડી ફેકવા માટે પંજાબને અપીલ કરી હતી. જેની ખાસ્સી અસર થઈ હતી. પંજાબમાં સરકાર પણ બદલાઈ હતી. અા ભાષણમાં વાજપેયીઅે કોંગ્રેસ પર અાકરા પ્રહારો કર્યા હતા.

અમૃતસરમાં છેલ્લું ચૂંટણી ભાષણ

Related posts

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah

ક્રિકેટમાં વિશ્વ વિજેતા બન્યા પછી ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આવી રીતે કરી ઉજવણી, જુઓ તસવીરો

Riyaz Parmar

અષાઢ મહિનો અડધો વીતિ ગયો હજુ મેઘરાજાએ મહેર કરી નથી , ખેડૂતોની હાલત બની કફોડી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!