GSTV
Home » News » એક પિતાની વ્યથા : હું મારા દીકરાની વેદના જોઈ ના શક્યો, સરકાર ગરીબોને મારી નાખશે

એક પિતાની વ્યથા : હું મારા દીકરાની વેદના જોઈ ના શક્યો, સરકાર ગરીબોને મારી નાખશે

કોઇ વ્યકિત ન્યાય માટે રજૂઆત કરી કરીને થાકી જાય. પરંતુ જો તેનો જીવ દઇ દે તો ત્યારબાદ તેના પર દુ:ખ વ્યક્ત કરાય છે અને યોગ્ય તપાસની ખાતરી પણ અપાય છે. આવો જ કંઇક ઘટનાક્રમ રહ્યો છે. જૂનાગઢમાં સહાયક વિદ્યુત શાખામાં કામ કરતા પટ્ટાવાળાના આપઘાત બાદનો. માંજર મુંજા હુણ નામના રબારી સમાજના આ પટ્ટાવાળાએ એલઆરડી પરીક્ષામાં થયેલા અન્યાયને લઇને પોતાનો જીવ દઇ દીધો છે.

મૃતકના આક્ષેપ

  • એલઆરડીની પરીક્ષામાં પાસ કર્યા બાદ જાતિ પ્રમાણપત્ર ન મળ્યા
  • ગાંધીનગરની આદિ જાતિ કમિશનર કચેરીએ પ્રમાણપત્ર ન આપ્યા
  • પુરાવા આપવા છતાં અનૂસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર ન અપાયા
  • પુરાવાની ખરાઈ ન કરી અને રીઝલ્ટ કરી દેવાયું જાહેર
  • ભાજપ સરકારના પ્રધાનો અને અધિકારીઓએ લીધો મારો જીવ
  • રાજકીય દબાણમાં આવી રીઝલ્ટ બહાર પાડ્યું

શું લખ્યું અંતિમ ચીઠ્ઠીમાં ?

ભાજપ કંપની સરકાર હજારો ગરીબ માણસોનો ભોગ લઈ રહી છે.મારા મૃત્યુ માટે ઉપર દર્શાવેલ પ્રધાનો તથા અધિકારીઓ જવાબદાર હોવા છતાં આ ભાજપ કંપની સરકાર કોઈ કાર્યવાહી કરશે નહી.પરંતુ ઉપરવાળો ભગવાન નક્કી ન્યાય આપશે. હું મારા બંને દીકરાની વેદના જોઈ ના શક્યો. મોઢે આવેલ કોળિયો આ સરકારે ઝૂંટવી લીધો. સરકાર ગરીબોને મારી નાખશે. ભગવાન ન્યાય આપવા માટે બેઠો છે. મારા રબારી સમાજને વિનંતી કે ભાજપ સરકાર પ્રધાન પદ આપે તો પણ તે નકારજો અને ભાજપને ક્યારેય મત આપશો નહી.

આમ આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી તો તંત્ર જાણે હલી ગયું અને સીએમ વિજય રૂપાણીએ આ ઘટના અંગે દુખ વ્યકત કરીને યોગ્ય તપાસની ખાતરી આપી છે. નોંધનીય છેકે એલઆરડીની પરીક્ષામાં થયેલા અન્યાયને લઇને ઘણા દિવસથી રબારી સમાજ વિરોધ કરી રહ્યો છે. ત્યારે તેમની વાત ન સાંભળીને ભરતી કરી પણ દેવાય ત્યારે એક પિતાએ તેના બે દિકરાના દર્દને પોતાના દિલ પર લઇને પોતાનો જીવ દઇ દીધો છે. ત્યારે આ ગંભીર ઘટના પછી માત્ર સવાલ એટલો જ થાય કે આખરે આ મોત માટે કોણ જવાબદાર.

READ ALSO

Related posts

4 વર્ષ જૂની ઘટનામાં કનૈયા કુમાર પર ચાલશે દેશદ્રોહનો કેસ, દિલ્હીની કેજરીવાલ સરકારે આપી મંજૂરી

Pravin Makwana

દિલ્હીમાં હિંસા વચ્ચે મુસ્લિમ ભાઈઓએ કરાવ્યા હિંદુ બહેનના ધામધુમથી લગ્ન, જાણો વિગતે

Ankita Trada

કોંગ્રેસ ક્યા રાજધર્મની વાત કરે છે, ‘આર યા પાર’ની વાત કરવાવાળા અમને ન શિખવાડો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!