GSTV

સુશાંતની બહેન પ્રિયંકાનો ચોંકાવનારો વીડિયો જારી, નોકર સાથે કેવું વર્તન

સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ વિવાદો વધી રહ્યા છે. દરરોજ કોઈને કોઈ નવી ચીજો સામે આવી રહી છે જેને કારણે મામલો વધુને વધુ ગુંચવાઈ રહ્યો છે. એવામાં સુશાંતની બહેનનો એક વીડિયો સામે આવ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં તેની બહેન પ્રિયંકા તેના ઘરના નોકરને ઠપકો આપી રહી છે અને ધમકાવી પણ રહી છે. તે એકદમ ગુસ્સામાં દેખાય છે. આવો એક નજર કરીએ આ મામલા પર કે શા માટે પ્રિયંકા આમ કરી રહી છે અને તે વ્યક્તિ કોણ છે.

પ્રિયંકાએ એક નોકરને કાઢી મુક્યો હતો


આ વીડિયો 2019ની ત્રીજી એપ્રિલનો છે. જેને ઠપકો મળી રહ્યો છે તેનું નામ છે રજત મેવાતી. આ રજત એક સમયે સુશાંતનો એકાઉન્ટન્ટ હતો. રજતને પૂછવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાએ એક નોકરને પંકજને કાઢી મૂક્યો હતો તેના ખાતામાં પૈસા શા માટે જમા કરાવવામાં આવ્યા? ઉલ્લેખનીય છે કે ત્રીજી એપ્રિલે પંકજને કાઢી મુકાયા બાદ ચોથીએ જ સેમ્યુઅલ મિરાન્ડાને તેને સ્થાને નોકરીએ રાખી લેવાયો હતો. હકીકતમાં રજતે એ નોકરના ખાતામાં સુશાંતના કહેવાથી જ રૂપિયા જમા કરાવ્યા હતા. આ મામલે પ્રિયંકાએ બખેડો કરી દીધો હતો. એવા પણ સમાચાર આવ્યા હતા કે પ્રિયંકાને લઈને તેનો ભાઈ સુશાંત ખૂબ દુખી હતો. આ અંગે રિયા ચક્રવર્તીએ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં સુશાંત તેની બહેનના મામલે વ્યાકુળ જોવા મળતો હતો.

Related posts

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel

શ્રમ કાયદામાં સુધારા બિલને સંસદમાં મળી મંજૂરી, મોદીએ કહ્યું- વિકાસ આગળ વધશે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!