GSTV
Home » News » Video: રણબીરના ગળાડૂબ પ્રેમમાં છે આલિયા, અજાણતા જ વરુણ ધવન સાથે કરી બેઠી કંઇક આવું!

Video: રણબીરના ગળાડૂબ પ્રેમમાં છે આલિયા, અજાણતા જ વરુણ ધવન સાથે કરી બેઠી કંઇક આવું!


એમ કહેવાય છે કે પ્રેમ છૂપો રહેતો નથી. છૂપો રાખવાનો પ્રયાસ કરો તો પણ છૂપો રહેતો નથી. તાજેતરમાં એવું આલિયા ભટ્ટ સાથે બની ગયું કે એ પોતાનો પ્રેમ છૂપો રાખી શકી નહીં.ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ કલંકના પ્રમોશન માટે ફિલ્મની આખીય ટીમ એક ટીવી શોમાં હાજર હતી.

આલિયાની પાછળ રહેલો વરુણ વારંવાર પાછળથી આલિયાના વાળ ખેંચીને એને સતાવતો હતો. આલિયા એને વારી રહી હતી. બે ચાર વખત એવું બન્યું ત્યારે આલિયાના મનની વાત બહાર પડી ગઇ હતી. વરુણને બદલે એ એમ બોલી ગઇ હતી કે રણબીર રહેવા દે ને…

હાજર રહેલા સૌ એક ક્ષણ માટે ચોંકી ગયાં હતાં કારણ કે રણબીર તો ત્યાં હતોજ નહીં. એની પાછળ વરુણ ધવન હતો. યોગાનુયોગે વરુણ અને આલિયા બંનેએ કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર (2012)થી અભિનય કારકિર્દી શરૂ કરી હતી અને બંને ટૂંકા સમયગાળામાં એ લિસ્ટના કલાકારોની યાદીમાં આવી ગયાં હતાં.

હાલ આલિયા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર સાથે કરણની જ બ્રહ્માસ્ત્ર ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મ ભારતીય સુપરહીરોની ટ્રિલોજીની પહેલી કડી છે જેનું ડાયરેક્શન અયાન મુખરજી કરી રહ્યા છે. આ ઉપરાંત આલિયા હવે સુપર સ્ટાર સલમાન ખાન સાથે સંજય લીલી ભણસાલીની ફિલ્મ ઇન્શાલ્લાહ કરવાની છે.

Read Also

Related posts

કાંકરીયા અકસ્માતમાં મોતને ભેટેલા મોહમદ ઝાયેદ મોમિનનો નીકળ્યો જનાઝો, જુવાનજોધ દિકરાને પિતાએ આપી કાંધ

Nilesh Jethva

PM મોદી હિન્દીમાં સંબોધન કરે તે આ નવા બનેલા સાંસદને ગમતું નથી, હિન્દી બનામ અન્ય ભાષાનો વિવાદ છેડ્યો

Riyaz Parmar

MRI સ્કેન કરાવવા જઈ રહ્યા છો, ભૂલથી પણ આ વસ્તું પહેરીને જશો તો થઈ શકે છે મોત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!