GSTV

દિલ્હીની અજાણી કંપની અનિલ અંબાણીનો RCOMનો બિઝનેસ ખરીદશે

અનિલ અંબાણીનો ટેલિકોમ બિઝનેસ વેચવાની આરે છે. રિલાયન્સ કમ્યુનિકેશંસ અને તેની સહાયક કંપનીઓની રિઝોલ્યુશન પ્લાન એનસીએલટી બુધવારે સુનાવણી કરશે. નાદારી કોર્ટ એનસીએલટી બુધવારે રિલાયન્સ કોમ અને તેની સહાયક કંપનીઓના રિઝોલ્યુશન પ્લાન અંગે સુનાવણી કરશે. આરકોમના ધિરાણકર્તાઓએ યુવી એસેટ રિઝોલ્યુશન (યીવીઆરસીએલ) અને જિયોની સમાધાન યોજનાઓને મંજૂરી આપી દીધી છે. આરકોમના ભાવિ અંગેની અટકળો વચ્ચે દિલ્હીની અજ્ઞાત કંપની યુવીએઆરસીએલની સામે ઉદ્યોગ અને મીડિયામાં રસ વધ્યો છે. દેશમાં ટેલિકોમ સંપત્તિ માટેની બિડમાં કંપની એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવી છે. મુકેશ અંબાણીએ જીઓ ઊભી કર્યા બાદ અનિલની આ કંપની ખરીદવામાં કોઈ રસ લીધો નથી.

યુવીએઆરસીએલે આરકોમ અને તેની સહાયક કંપની રિલાયન્સ ટેલિકોમ ખરીદવા માટે 16,000 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. આ કંપનીઓમાં સ્પેક્ટ્રમ અને ડેટા સેન્ટર્સ છે. બીજી તરફ, રિલાયન્સ ઇન્ફ્રાટેલ અનિલ અંબાણીના મોટા ભાઇ મુકેશ અંબાણીની કંપની જિઓમાં જઈ શકે છે. આ સોદો 20 હજારથી 23 હજાર કરોડ સુધીનો હોઈ શકે છે.

અનિલ

યુવીએઆરસીએલ દિલ્હીની એક એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (એઆરસી) છે જે નાદાર ટેલિકોમ કંપનીઓ ખરીદે છે. એ જ વર્ષે કંપનીને એરસેલની સંપત્તિના સંપાદન માટે એનસીએલટી પાસેથી મંજૂરી મળી. તેની સ્થાપના 2007 માં કરવામાં આવી હતી અને બુક બિલ્ડિંગ દ્વારા દેશના ટોચના 10 એઆરસીમાં શામેલ છે. યુવીએઆરસીએલની વેબસાઇટ દ્વારા એનપીએને ફરીથી પાટા પર લાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

Related posts

નોકરીયાત વર્ગને મોટી ભેટ / હવે ગ્રેચ્યુટી માટે 5 વર્ષ રાહ જોવાની નથી જરૂર, મોદી સરકારે કાયદામાં કર્યો આ સુધારો

Mansi Patel

PM Kisan: 5.95 લાખ એકાઉન્ટની થઈ તપાસ, વિશ્વાસ નહીં થાય આટલા લાખ લાભાર્થીઓ નિકળ્યા નકલી, હવે શું કરશે સરકાર?

Arohi

ગુજરાતીઓ રાખો તકેદારી/ છેલ્લા 24 કલાકમાં 1372 નવા કેસ નોંધાયા, પરિસ્થિતિ વધુ વકરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!