GSTV
Home » News » આ કાકાને સંગીતનો જબરો શોખ, 50 વર્ષથી આટલા ઓરડામાં સંઘર્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ્સ

આ કાકાને સંગીતનો જબરો શોખ, 50 વર્ષથી આટલા ઓરડામાં સંઘર્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ્સ

ધંધુકાના પણ ઓલ્ડ એસએસસી પાસ કરીને અમદાવાદમાં વસનાર ભગવાનભાઇ એ ૫૮માં ઇલેક્ટ્રીકલનો કોર્સ કર્યો અને પછી એમાં આગળ વધતાં ગયા. બાપ-દાદાનો મશીનોનો બિઝનેસ હોવાથી લોહીમાં બિઝનેસ વહેતો હોઇ પોતાનું ગેરેજ શરૂ કર્યું. મશીનોમાં મસ્ત રહેવાની સાથે તેઓ સંગીતપ્રેમી પણ ખરાં. જે અંગે તેઓ કહે છે, ‘એ વખતે રેકોડર્સનો જમાનો હતો અને કોલકત્તામાં તે બનતી હતી. મને ગીતોનો શોખ હોવાથી હું તેનો મેમ્બર બન્યો હતો. એ જમાનામાં અમદાવાદમાં ૧૨૭ મિલ અમારા આસપાસના વિસ્તારમાં ધમધમતી હતી. મિલ માલિકો ઇમ્પોર્ટેડ કાર વાપરતાં. જે બંધ પડી જાય ત્યારે મારા ગેરેજમાં આવતી.

ધીરેધીરે તેમની સાથે સંબંધો બંધાતા ગયા અને તેઓ પણ રેકોર્ડના શોખીન હોવાથી મને એમનામાં અને એમને મારામાં રસ પડતો ગયો. તેમના રેકોર્ડ પ્લેયર, ટીવી, સ્પૂલ ટેપ, રેડિયો ગ્રામ જેવી ઇમ્પોર્ટેડ વસ્તુઓ બગડી જાય પછી પડતર કિંમતમાં આપી દેતાં. હું તેને ખરીદી રિપેર કરવાનો પ્રયત્ન કરતો. એમાં વપરાયેલા ઇમ્પોર્ટડ પાર્ટ વિદેશથી મંગાવી શકાય એ માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાઇસન્સ લીધું. મારાથી એ વસ્તુઓ રિપેર થવા લાગી. બસ પછી તો મને ઇમ્પોટેડ વસ્તુને રિપેર કરવાનું ઘેલું લાગ્યું હોય એમ તમામ પ્રકારની વસ્તુઓ વસાવતો ગયો. તેનાથી ધીરે ધીરે એક, બે નહીં પણ છ રૂમ ક્યારે ભરાઇ ગયા તેની ખબર જ ન રહી.’

છેલ્લા પાંચ વર્ષથી ભગવાનભાઇ પંચાલ સંત કબીર પંથના મહંત તરીકે સેવા આપી રહ્યાં છે. કહેવાય છે કે વ્યક્તિને કોઇ પ્રકારની લત લાગે એ સારી હોય કે ખરાબ એ છોડાવવી બહુ અઘરી હોય છે, એમ પંચાલ કાકાને યુવાનીમાં લાગેલી મ્યુઝિકને લગતી એન્ટિક વસ્તુઓ સંગ્રહ કરવાની લત જૈફ વયે પણ છૂટી શકી નથી. તેમનો મોટો દીકરો પ્રકાશ કહે છે કે,’આજે પણ કોઇનો ફોન આવે કે ફલાણી જગ્યાએ મ્યુઝિકને લગતી એન્ટિક વસ્તુઓ છે તો બાઇકને કિક મારીને ત્યાં પહોંચી જાય છે.’

તેમની પાસે ૧૯૧૦થી માંડી ૧૯૯૦માં રેકોડર્સ બંધ થઇ ત્યાં સુધીનું વિશાળ કલેક્શન છે. એમાં ભજન, ગઝલ, કલાસિકલ, હિન્દી ફિલ્મો અને અંગ્રેજી મ્યુઝિકનો સમાવેશ થાય છે. એવું પંચાલ કાકાના નાના દીકરા સદગુરુ શરણનું કહેવું છે કે, પપ્પાની સાથે અમને અને અમારા સંતાનોને રેકોડર્સ સાંભ?ળવાનો શોખ જાગ્યો છે. એનાં વોઇસમાં જે ક્લિયારિટી છે એ આજની મ્યુઝિક સિસ્ટમમાં જોવા મળતી નથી.’ મ્યુઝિકના એન્ટિક સંગ્રહ વિશે પંચાલ કાકા કહે છે કે,’ટીવીમાં જોઇ શકાય અને સાંભળી શકાય એવી એલપી રેકોડર્સ ૫૦ હજાર છે. ઇપી રેકોડર્સ ૧૫ હજાર છે. રેકોડર્સ પ્લેટર ૨૫ ટાઇપના છે. સ્પૂલ ટેપ ૩૦ નંગ છે. ઇમ્પોટેડ પ્રોજેક્શન ટીવી પાંચ છે, આ ઉપરાંત વિવિધ પ્રકારની ઓડિયો સિસ્ટમ અને રેડિયો ગ્રામ સેવન રેકર્ડ્સ ચેઇન્જર જે મેડ ઇન ઇગ્લેન્ડના છે.

READ ALSO

Related posts

દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીનો આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

NIsha Patel

કેદારનાથના પહાડો પર મોદી, આ છે તેમની ફિટનેસના 5 નિયમો

Dharika Jansari

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!