એક માત્ર એવા અમ્પાયર કે જે હેલ્મેટ પહેરીને કરે છે અમ્પાયરિંગ, કારણ છે અદભુત

તમે બેટ્સમેનને અને વિકેટકીપરને મેદાનમાં હેલ્મેટ પહેરતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય અમ્પાયરને હેલ્મેટમાં જોયા છે? પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી અને છેલ્લી ટી-20 મેચમાં અમ્પાયરે હેલ્મેટ પહેરીને અમ્પાયરિંગ કર્યું હતું. એનું નામ છે જોન વૉર્ડ. આ ઓસ્ટ્રેલિયન અમ્પાયરે બેટ્સમેનોની જેમ જ હેલ્મેટ પહેર્યું હતું અને ક્રિકેટમાં હેલ્મેટ પહેરતા આ પ્રથમ અમ્પાયર છે. બીજા ટી-20 મેચમાં પણ જ્હોન વૉર્ડે આ જ રીતે હેલ્મેટ પહેર્યુ હતું.

તેનું કારણ એ છે કે એક વખત અમ્પાયરિંગ કરતા હતા, ત્યારે તેઓને બોલ માથા પર વાગ્યો હતો. ત્યારથી, તે પોતાની સેફ્ટી માટે હેલ્મેટ પહેરે છે. 2016માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથા વન્ડેમાં વૉર્ડ હેલ્મેટમાં દેખાયા હતા. 1 ડિસેમ્બર 2015 ના રોજ, પંજાબ અને તમિલનાડુ વચ્ચેનાં રણજી મેચમાં જ્હોન વૉર્ડને માથા પર બોલ વાગ્યો હતો અને તે સમય દરમિયાન તેણે અમ્પાયરિંગ કરવાનું છોડ્યું હતું. તે સમયે તમિલનાડુ મદુરાઈના એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter