યુગાન્ડાના મુસા હાસાહ્યા કસેરાના ઘણા બાળકો છે અને પરિણામે તેમને મોટાભાગના બાળકોના નામ પણ યાદ નથી. યુગાન્ડાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા આ વ્યક્તિનની 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે.

યુગાન્ડાના બુગીસા ગામના વતની 68 વર્ષીય મુસા હાસાહ્યા કાસેરાએ જણાવ્યું હતું કે તેમનું સ્વાસ્થ્ય હવે કથળી રહ્યું છે અને આટલા મોટા પરિવાર માટે માત્ર બે એકર જમીન છે. ખોરાક, શિક્ષણ, કપડા જેવી મૂળભૂત ઉપલબ્ધ ન કરાવી શકતા બે પત્નીઓ તેમને છોડીને જતી રહી છે. હાસહ્યા હાલમાં બેરોજગાર છે પરંતુ તેના ગામમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેમણે કહ્યું કે મારી પત્નીઓ ગર્ભનિરોધક દવાઓ લે છે. હવે હું વધુ બાળકોની અપેક્ષા રાખતો નથી કારણ કે હું ઘણા બાળકો પેદા કરવાના મારા બેજવાબદાર કૃત્યમાંથી શીખ્યો છું કે હું તેમની સંભાળ રાખી શકતો નથી.
હસહ્યાનું વંશ મોટાભાગે ર્જરિત મકાનમાં રહે છે. તેમણે 1972 માં તેમની પ્રથમ પત્ની સાથે પરંપરાગત સમારોહમાં લગ્ન કર્યા જ્યારે તેઓ બંને લગભગ 17 વર્ષના હતા અને એક વર્ષ પછી તેમના પ્રથમ બાળક સાન્દ્રા નાબવાયરનો જન્મ થયો હતો.
હસહ્યાએ જણાવ્યું હતું કે પશુઓના વેપારી અને કસાઈ તરીકેની તેમની તત્કાલીન સ્થિતિથી આકર્ષિત થઈ ગામ લોકો તેમની પુત્રીઓના લગ્ન કરવા રાજી થઈ ગયા હતા.

હસહ્યાના 102 બાળકોની ઉંમર 10 થી 50 વચ્ચેની છે, જ્યારે સૌથી નાની પત્ની લગભગ 35 વર્ષની છે. હસાહ્યાએ કહ્યું કે ‘પડકાર એ છે કે હું ફક્ત મારા પ્રથમ અને છેલ્લા જન્મેલા બાળકોના નામ જ યાદ રાખી શકું છું પરંતુ કેટલાક બાળકોના નામ હું યાદ કરી શકતો નથી’ આટલા વિશાળ પરિવારમાં વિવાદોને ઉકેલવા માટે હસાહ્યા માસિક કૌટુંબિક સભાઓ કરે છે. લગભગ 4,000 લોકોના ગામ બુગીસાની દેખરેખ રાખતા સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે પડકારો હોવા છતાં, હસહ્યાએ “તેના બાળકોને ખૂબ સારી રીતે ઉછેર્યા છે” અને ઉદાહરણ તરીકે ચોરી કે લડાઈના કોઈ કેસ નોંધાયા નથી
Also Read
- Rahul Gandhiની સજાને પડકારતી પિટિશન તૈયાર, ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે: સૂત્રો
- આત્મસમર્પણની અટકળો વચ્ચે અમૃતપાલનો એજન્સીઓને ખુલ્લો પડકાર, ‘જે કરવું હોય એ કરી લો મારો વાળ પણ વાંકો નહીં કરી શકો’
- બાપ રે! ઘાતક કોરોનાનો ભરડો વધ્યો, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2136 પર પહોંચી
- કોરોના ગયો નથી ત્યાં બીજું મોટું સંકટ!, આ દેશમાં માનવીને બર્ડ ફ્લૂ થયાનો પહેલો કેસ મળતા તંત્ર દોડતું થયું
- રામનવમી 2023: શુભ યોગમાં રામનવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક