GSTV

આ વૃક્ષને ચઢાવવામાં આવે છે ગ્લુકોઝની બોટલો, કરવામાં આવે છે દર્દીની જેમ સારવાર

જેમ માણસોની સારવાર કરવામાં આવે છે તેમ વૃક્ષની પણ સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટના તેલંગાનાની છે તમને જાણીને નવાઈ લાગશે કે અહીં હકીકતમાં એક વૃક્ષને માણસની જેમ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

જેમ હોસ્પિટલમાં સરવાર માટે દર્દીને ડ્રિપ લગાવવામાં આવે છે તેવી જ રીતે અહીં વૃક્ષને ગ્લુકોઝ ચઢાવવામાં આવે છે જે આ તસ્વીરોમાં જોઈ શકાય છે. પરંતુ આ બોટલમાં ગ્લુકોઝ નથી પરંતુ જંતુઓને મારવા માટેની દવાઓ છે. અત્યારનાં સમયમાં જ્યાં અમુક લોકો જંગલનો નાશ કરી રહ્યા છે ત્યાં એવા પણ લોકો છે જે જંગલને બચાવવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે.

તેલંગાનાના મહબૂબનગર જીલ્લામાં સ્થિત આ 700 વર્ષ જૂના વડનાં વૃક્ષની સારવાર એવી રીતે કરવામાં આવે છે જેમ એક મનુષ્યની સારવાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વડનાં વૃક્ષને દુનિયાનુ બીજા નંબરનું સૈથી જુનુ વૃક્ષ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વૃક્ષની હાલત ખૂબ ગંભીર છે માટે તેને બચાવવા માટે મહેનત કરનામાં આવી રહી છે. મળેલી જાણકારી અનુસાર વૃક્ષને ફરી જીવંત કરવા માટે જંતુનાશક દવાઓની બોટલો ચઠાવવામાં આવી રહી છે.

આ વૃક્ષ પર ઊધઈએ હુમલો કરી દીધો હતો અને તેના કારણે વૃક્ષ અંદરથી પોલુ થઈ ગયુ હતું. વૃક્ષ પર જંતુનાશક દવા લગાવવાનો ઉદ્દેશ વૃક્ષમાં ફરી પ્રાણ ફુકવાનો છે. ઈંજેક્શનની મદદથી વૃક્ષની ડાળખીઓમાં દવા પહોંચાડવામાં આવે છે. આ વૃક્ષ 3 એકડ જમીનમાં ફેલાયેલુ છે. આ વૃક્ષને દુનિયાનું સૈથી વિશાળકાય વૃક્ષ કહેવામાં આવે છે. આ વૃક્ષને જોવા માટે દુર દુરથી લોકો આવે છે. પરંતુ વૃક્ષની હાલત ગંભીર હોવાને કારણે હાલમાં લોકોના અહીં આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વનવિભાગ દ્વારા આ વૃક્ષની સારસંભાર રાખવામાં આવી રહી છે.

Read Also

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!