GSTV
Home » News » ઈશ્વરચંન્દ્ર વિદ્યાસાગરની ભવ્ય મૂર્તિ બનાવવાના મોદીના એલાન સામે મમતાએ માર્યો આ ટોણો

ઈશ્વરચંન્દ્ર વિદ્યાસાગરની ભવ્ય મૂર્તિ બનાવવાના મોદીના એલાન સામે મમતાએ માર્યો આ ટોણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા છે. ત્યારે તેમણે એલાન કર્યુ કે ભાજપ સરકાર તે જ સ્થળે પંચધાતુની એક ભવ્ય મૂર્તિ બનાવશે. તેમણે કહ્યુ કે આજે પશ્ચિમ બંગાળમાં તેમની રેલી છે, જોઈએ છીએ કે દીદી તેમની આ રેલીઓને થવા દે છે કે નહીં. જેમાં યુપીના મઉમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ, ટીએમસીના ગુંડાની આ દાદાગીરી પરમદિવસે રાતે પણ જોવા મળી છે. કલકત્તામાં ભાઈ અમિત શાહના રોડ શો દરમિયાન ટીએમસીના ગુંડાએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડી દીધી.

તેમણે કહ્યુ કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર માત્ર બંગાળની નહીં, પરંતુ ભારતની મહાન વિભૂતિ છે. તેઓ મહાન સમાજ સુધારક, શિક્ષણ શાસ્ત્રી જ નહીં પરંતુ ગરીબો અને દલિતોના સંરક્ષક પણ હતા. મહિલાઓના અધિકારો માટે તેમણે આ તબક્કામાં અવાજ ઉઠાવ્યો હતો. ભાજપ સરકારના તો મૂળમાં બંગાળની સાંસ્કૃતિક ભક્તિ છે. વેદથી વિવેદાનંદ સુધી, નેતાજી સુભાષ ચંદ્ર બોસથી લઈને શ્યામા પ્રસાદ મુખર્જી સુધી, અમારા ચિંતન-મનનને બંગાળની ઉર્જાએ પણ પ્રભાવિત કરી છે.

સાતમાં તબક્કાના મતદાન પહેલા પ.બંગાળમાં રાજકિય ઘમાસાણ સર્જાયેલું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા બાદ આરોપ-પ્રત્યારોનો સીલસીલો શરૂ છે. ભાજપે આ ઘટનાને TMC પ્રેરિત હિંસા ગણાવી જ્યારે TMC પ્રમુખ મમતા બેનર્જીએ સીધા જ વડાપ્રધાનને ચેલેન્જ આપતા કહ્યું કે, તેઓ ભાજપના આરોપોને સાબિત કરે નહીતો અમે તેમને જેલમાં મોકલી દેશું.

બંગાળના મથુરાપુરમાં એક જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાનને ચેલેન્જ આપતા કહ્યું કે, વડાપ્રધાન કહે છે કે તેઓ વિદ્યાસાગરની મૂર્તિ બનાવશે. બંગાળ પાસે મૂર્તિ બનાવવાના પૈસા છે. શું તેઓ 200 વર્ષ જુની ધરોહરને પરત આપી શકે છે? અમારી પાસે પુરાવા છે અને તમે કહો છો કે TMCએ કર્યું છે. તમને શરમ આવે છે? આટલું ખોટું બોલવા માટે તેમણે ઉઠક-બેઠક કરવી જોઇએ. આરોપ સાબિત કરો નહીતર અમે તમને જેલમાં મોકલી દેશું.

રામમંદિના મુદ્દેનો ઉલ્લેખ કરીને મમતાએ કહ્યું કે, 5 વર્ષમાં રામમંદિર બનાવી શક્યા નહી અને વિદ્યાસાગરની મૂર્તિ બનાવવા માંગો છો? બંગાળના લોકો તમારી પાસે ભીખ નહી માંગે. તમારા ગુંડા નેતા અહીં આવીને કહે છે. બંગાળ કંગાળ છે. તેમણે સવાલ કરતા કહ્યું કે, અરે શું બંગાળીઓ કંગાળ છે? બંગાળીઓ કંગાલ છે?

READ ALSO

Related posts

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva

રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસની જીત એક ષડયંત્ર હતું જેથી EVM પર વિશ્વાસ આવી જાય

Riyaz Parmar

Exit Pollમાં મોદી સરકારની વાપસીની શક્યતા છતાં ભાજપ તૈયાર કરે છે પ્લાન ‘B’, શું છે કારણ?

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!