આ વખતે કોંગ્રેસને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા, એકલાહાથે લડવાની છે ચૂંટણી

કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં એકલા ચૂંટણી લડવા તૈયાર છે તેમ ઉત્તર પ્રદેશ કોંગ્રેસના એક ટોચના નેતાએ જણાવ્યું છે. કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર રાજીવ બક્ષીએ જણાવ્યું છે કે કોંગ્રેસ પાસે લોકસભામાં ૪૫ બેઠકો છે. જે કોઇ પણ પ્રાદેશિક પક્ષ કરતા વધારે છે. બક્ષીએ જણાવ્યું છે કે અમે એક રાજકીય પક્ષ છીએ અને અમે ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર છીએ.

પક્ષના અન્ય એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે કોંગ્રેસના નેતાઓ માને છે કે રાજ્યમાં કોંગ્રેસની એક આગવી ઓળખ હોવાથી તેણે એકલા હાથે ચૂંટણી લડવી જોઇએ. બક્ષીએ જણાવ્યું હતું કે કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન કરવું કે નહીં તે અંગેનો નિર્ણય પક્ષના હાઇકમાન્ડ દ્વારા લેવામાં આવશે. જો કે પક્ષના કાર્યકરો માને છે કે રાજ્યમાં કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવી જોઇએ. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અગાઉ જ જણાવી ચૂક્યા છે કે આ વખતે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઇએ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter