GSTV
Home » News » દિવાળીમાં આ વર્ષે એવો સંયોગ છે કે વેપારીઓ થશે ચાંદી જ ચાંદી, પુષ્યનક્ષત્ર 2 દિવસ રહેશે

દિવાળીમાં આ વર્ષે એવો સંયોગ છે કે વેપારીઓ થશે ચાંદી જ ચાંદી, પુષ્યનક્ષત્ર 2 દિવસ રહેશે

દિવાળી ઢુકડી છે ત્યારે આ વર્ષે સોના-ચાંદીની ખરીદી મંદી વચ્ચે પણ વાધે તેવી આશા વેપારીઓને જાગી છે. આ વખતે બે દિવસ સુાધી પુષ્યનક્ષત્રનું મુહુર્ત હોતા તાથા દિવાળી બાદ લગ્નની સિઝન શરૃ થતી હોવાથી લોકો ખરીદી કરશે તેવી વકી છે. તા.૨૧ અને ૨૨ એમ બે દિવસ પુષ્યનક્ષત્રનું મુહુર્ત હોવાથી સોના- ચાંદીની ખરીદી થશે. સોમવારે સાંજાથી લઈને મંગળવારે સાંજ સુાધી મુહુર્ત હોવાના કારણે વેપારીઓ ચોપડાની ખરીદી કરશે તો બીજીતરફ લોકો ઘર બહાર નીકળશે તેવી આશા બંધાઈ છે. દિવાળી બાદ લગ્નની સિઝન શરૃ થતી હોવાથી આ મોકાનો ફાયદો લોકો ઉઠાવશે.

વિક્રમ સંવત ૨૦૭૫ના દિપાવલીના શ્રેષ્ઠ મુહુર્ત જ્યોતિષીઓએ જાહેર કર્યા છે. જેમાં વિક્રમ સંવત ૨૦૭૫માં દિવાળી પુર્વે બે દિવસ પુષ્યનક્ષત્રનો સંયોગ આવે છે.જેમાં આ નક્ષત્રમાં લક્ષ્મીનારાયણનો યોગ પણ ઉભો થયો છે જેના લીધે સોનુ- ચાંદી લગ્નસરાની ખરીદી માટે સર્વે શ્રેષ્ઠ મુહુર્ત માનવામાં આવે છે. તારીખ ૨૧મી ના સાંજે ૫.૩૦ થી ૨૨ના સાંજે ૪.૩૯ કલાક સુાધી આ નક્ષત્ર રહેશે.

આ અંગે જ્યોતિષીઓએ જણાવ્યું હતું કે, દિવાળી સમયે આવતું પુષ્યનક્ષત્ર ઉત્તમ ગણાય છે. આ દરમિયાન સોના,ચાંદી ઉપરાંત વાહન તાથા અન્ય નવી વસ્તુઓની ખરીદી પણ કરાતી હોય છે. બે દિવસના આ શુભસંયોગના કારણે વેપારીઓ પણ અત્યારાથી જ તૈયારીઓમા લાગી ગયા છે.સોની બજારમાં ચમક આવે તેવા એંધાણ છે.

આ નક્ષત્રમાં ખરીદીથી લક્ષ્મીકૃપા મળે તેવી માન્યતા હોવાથી તેનું મહત્વ અન્ય યોગ કરતા વધુ છે. વેપારીઓઅ જણાવ્યું હતું કે, લગ્નની સિઝન દિવાળી બાદ શરૃ થતી હોવાથી લોકો આ નક્ષત્રાથી છાબ અને આણાન ખરીદી આ મુહુર્તાથી કરશે. નોટબંધી, જીએસટી તાથા નબળા આિાર્થક વિકાસના કારણે બજારમાં મંદીનો માહોલ છે ત્યારે સારા વરસાદના પગલે આ દિવાળીના રોનક વાધશે તેવી આશા વેપારીઓમાં જાગી છે.

READ ALSO

Related posts

કંગાળ પાકિસ્તાનને પણ 1.3 અબજ ડોલરની લોન આપનાર કોઈ મળ્યું ખરું…

Dharika Jansari

સઉદી અરેબિયાની ઓઇલ કંપની અરામકોએ આઇપીઓ દ્વારા 25.6 અબજ ડોલર એકત્ર કર્યા

Mayur

કારગીલનું દ્રાસ સેક્ટર માઇનસ 24.3 ડિગ્રી તાપમાને થીજી ગયું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!