ટ્વીટર, મેટા અને એમેઝોન તરફથી છંટણીની જાહેરાત બાદ વિશ્વભરમાં મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમય દરમિયાન તમારે ગભરાવવાની જરૂર નથી પરતું કંઈક નવું વિચારવાની અને કરવાની જરૂર છે. જો તમે નોકરી કરો છો, તો કોઈ પાર્ટ ટાઈમ કામ પણ કરી શકો છો. જો તમે કોઈ ઓછા રોકાણમાં વેપાર શરૂ કરવા માંગો છો, તો તેમાં તમારી મદદ કરી શકીએ છીએ. અમે તમને જણાવીશું આઈડિયા જે કામ તમે ઘર બેઠા જ સમય કાઢીને કરી શકો છો. આમા તમારે વધારો રોકાણ કરવાની પણ જરૂર નહિ પડે.

ઓનલાઈન વર્ગોનું વિસ્તાર
જો તમે એકેડમિકસમાં રસ ધરાવો છો, તો તમે તમારા પસંદગીના વિષય દ્વારા પૈસા કમાવી શકશો. કોરોનાકાળ બાદ ઓનલાઈન ક્લાસિસનું ચલણ વધી રહ્યું છે. આવનારા સમયમાં ઓનલાઈન વર્ગોનું વિસ્તાર થશે. તમે પણ ઓનલાઈન ક્લાસિસ શરૂ કરી પૈસા કમાઈ શકો છો. શરૂઆતમાં તમે આની શરૂઆત તમારી સોસાયટીથી કરી શકો છો. કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ ફ્રિલાન્સ તરીકે બાળકોને ભણવવા માટે ક્લાકોના આધારે પૈસા ચૂકવે છે.
વીડિયો વ્યુઝ સાથે વધશે કમાણી
તમારી આસપાસના ઘણા લોકો આજે યુ-ટ્યુબના માધ્યમથી કમાણી કરી રહ્યાં છે. જો તમે પણ કેમરા ફ્રેન્ડલી છો અને તમને પણ તમારી વાતને સારી રીતે રજુ કરવામાં આવે છે, તો કોઈપણ વિષય સંબંધિત વીડિયો બનાવીને યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરી શકાય છે. વીડિયોના વ્યુઝ વધવાની સાથે તમારી આવકમાં પણ વધારો થશે.

જો તમને લખવાનું શોખ છે, તો બ્લોલિંગ તમારો શોખ પૂરો કરવાની સાથે સાથે કમાણી પણ કરાવી આપશે. જો તમે મોટા સ્તર પર બ્લોગિંગ કરવા માંગો છો, તો તમે તમારી વેબસાઈટ પણ બનાવી શકો છો. અલગ અલગ માધ્યમથી તેનો પ્રચાર પ્રસાર કરીને તમે નોકરીની સાથે પાર્ટ ટાઈમ ઈન્કમ પણ શરૂ કરી શકો છો. બ્લોગ વાંચનાર લોકોની સંખ્યા વધતા તમે જાહેરાત મેળવી કમાણી પણ કરી શકો છો
Also Read
- સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ
- અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો
- ગિપ્પી ગ્રેવાલના ઘર પર હુમલા બાદ સલમાન ખાનને ધમકી, પોલીસે કરી સુરક્ષા સમીક્ષા
- ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું
- શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ