GSTV
Health & Fitness Life Trending

એક મહિના સુધી ચા – કોફી છોડવા પર શરીરમાં આવશે આ ત્રણ ફેરફાર, તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત

ભારત જ નહિ પરતું સમગ્ર વિશ્વમાં ઘણા લોકો માટે દિવસની શરૂઆત ત્યાં સુધી થતી નથી જ્યાં સુધી તેઓ સવારે ચા કે કોફીનો એક કપ ન પીવે. લોકો દિવસમાં ઘણીવાર આ પીણાનું સેવન કરે છે. આ હોટ ડ્રિન્ક પીનારા લોકોની કોઈ અછત નથી, પરતું ચા અને કોફી પણ આપણા સ્વાસ્થ્ય માટે સારી નથી, કારણ કે તેમાં કેફીન હોય છે, જે સમસ્યાઓ ઉભી કરે છે.

જો લોકોને કહેવામાં આવે કે તમે ચા અને કોફીને થોડા દિવસ માટે ત્યજી દો તો આ વાત લગભગ અસંભવ જેવી લાગે છે, કારણ કે લોકોને તેની આદત પડી ગઈ છે. તો ચાલો જાણીએ કે જો કોઈ વ્યક્તિ એક મહિના માટે ચા કે કોફીને ત્યજી દે,તો તેના શરીરમાં ક્યા પ્રકારના ફેરફાર આવશે.

કેફીન મુક્ત થવા પર શરીર પર થશે આવી અસર

બ્લડ પ્રેશર નિયંત્રિત રહેશે

ચા અને કોફી પીવાથી ભલે આપણને થાકમાંથી હંગામી ધોરણે કેટલીક હદ સુધી રાહત મળે છે પરતું તેનાથી બ્લડ પ્રેશરમાં વધારો પણ થાય છે. જે સારી બાબત નથી. આ બંને પદાર્થમાં કેફીન હોય છે. આ માટે જો તમે એક મહિના માટે ચા કે કોફી પીવાનું છોડી દેશો તો તમારું બ્લડ પ્રેશર નિયત્રંણમાં રહેશે અને હાઈ બીપીની સમસ્યા દૂર રહેશે.

સારી ઊંઘ આવશે

ચા છોડ્યા બાદ તમારા સ્વાસ્થ્ય પર પોઝીટીવ અસર પડશે. યાદ કરો કે તમે બાળપણમાં કેટલી કલાક ઊંઘતા હતા. ચા અને કોફી છોડવાના નિર્ણયના એક સપ્તાહમાં તમારી ઊંઘમાં સુધાર જોવા મળી શકે છે. એક મહિનામાં તમે સ્વાસ્થ્ય સુધાર અનુભવી શકો છો.

ચા

દાંતમાં સફેદી આવશે

ચા અને કોફી જેવી ગરમ વસ્તુઓ આપણા દાંત માટે ખૂબ જ હાનિકારક છે. જો તમે એક મહિના માટે ચા અને કોફી પીવાનું બંધ કરી દેશો, તો તમે તમારા દાંતને મોટા નુકસાનથી બચાવી શકશો અને પછી તેમાં સફેદી આવવા લાગશે.

(નોંધ: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી.)

Also Read

Related posts

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel
GSTV