GSTV
Fashion & Beauty Life

આંખ નીચેના ડાર્કસર્કલ દૂર કરવા અપનાવો આ તરકીબ…

ઘણીવાર ઉંઘની અછત , કામનો તણાવ અને બીજા અનેક કારણોસર આંખોના નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે, જે તમારી ખૂબસૂરતીને ઓછી કરીનાખે છે ઘટાડી નાખે છે અને એવામાં જો તમારે કોઈ પાર્ટીમાં જવું પડે તો મેકઅપથી એને છુપાવવા માટેે મેકઅપ કરવો પડે છે. પણ આજે અમે તમને ઘરેલુ ઉપાયથી ડાર્ક સર્કલથી કેવી રીતે છુટકારો મળે છે જણાવીએ છીએ.

૧. મધ અને બદામ તેલ :

૧ ચમચી મધમાં ૧ ચમચી બદામનો તેલ મિકસ કરી અને આ મિશ્રણને ડાર્ક સર્કલપર લગાવી સૂઈ જાઓ. સવારે ઉઠીને ઠંડા પાણીથી ચેહરા ધોઈ લો. આથી પણ ડાર્ક સર્કલ ઓછા નજર આવશે.

૨. બેસન(ચણાનો લોટ) :

એક ચમચી બેસનમાં ટમેટા અને નીંબૂનો રસ સમાન માત્રામાં મિકસ કરી. આ પેસ્ટને ડાર્ક સર્કલ પર લગાડો અને ૧૦ મિનિટ પછી ચહેરાને ધોઈ લો. આથી ડાર્ક સર્કલ ખત્મ થઈ જશે.

૩. ટી બેગ :

ટી બેગ પણ આંખો નીચે ડાર્ક સર્કલસ મટાવવામાં ફાયદેમંદ છે. આંખો પર બે ઠંડા ટી બેગ્સ રાખો અને સૂકવા દો. આથી તમારી આંખો ફ્રેશ રહેશે.અને ડાર્ક સર્ક મટવા લાગશે.

૪. હળદર :

એક ચમચી હળદરમાં પાઈનેપલ જ્યુસ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને ડાર્ક સર્કલ પર લગાડો. સૂક્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો. આથી ડાર્ક સર્કલ હળવા પડવા લાગશે.

૫. પૂરતી ઉંઘ :

આંખો નીચે ડાર્ક સર્કલ થતા સૌથી મોટું કારણ છે ઓછી ઉંઘ. તમે દરરોજ ઓછામાં ઓછા ૭-૯ કલાક ઉંઘવું જોઈએ. આથી તમે સવારે ઉઠીને તાજા મહસૂસ કરશો અને ડાર્ક સર્કલ પણ ધીમે-ધીમે ઓછા થવા લાગશે.

૬. ચમચી :

ચમચીને ઠંડા થવા માટે ફ્રીજરમાં મૂકી દો.થોડી વાર પછી જ્યારે ચમચી ઠંડી થઈ જાય તો એને ડાર્ક સર્કલ પર લગાડો. આથી આંખોને ઠંડક મળશે અને ડાર્ક સર્કલ પર પણ તરત અસર પડશે. ચમચી સિવાય તમે એક કોઈ સોફ્ટ કપડાને ઠંડા પાણીમાં પલાળી પર ઉપયોગ કરી શકો છો.

Related posts

Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી

GSTV Web Desk

આખા કાન ઢંકાઈ જાય એવાં એરિંગ પહેરવાનો જૂનો ટ્રેન્ડ હવે ફરી પાછો થઈ રહ્યો છે લોકપ્રિય

GSTV Web Desk

ઠંડીમાં વધારો થતા સાંધાના દુખાવામાં કેમ થાય છે વધારો? આ વસ્તુઓનું કરો સેવન મળશે રાહત

Akib Chhipa
GSTV