GSTV
Home » News » IPLની આ ટીમ પહેલા મેચની તમામ ટીકિટોની કમાણી પુલવામા હુમલાના શહીદોના પરિવારજનોને આપશે

IPLની આ ટીમ પહેલા મેચની તમામ ટીકિટોની કમાણી પુલવામા હુમલાના શહીદોના પરિવારજનોને આપશે

IPL

ભારતીય ટીમે ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડેમાં પણ આર્મી કેપ પહેરી પુલવામાં હુમલાના શહીદોને મદદ કરી હતી અને એ મેચની કમાણી પર શહીદ પરિવારોને આપી હતી. હવે ફરી એક વખત આઈપીએલની ટીમ પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારને મદદ કરવા માટે મેદાને પડી છે. આ વખતે ટીમ દ્રારા નક્કી કરાયું છે કે મેચની ટિકિટ દ્રારા થનારી કમાણી શહીદોના પરિવારને આપી દેવામાં આવશે.

આઈપીએલની ટીમ ચૈન્નઈ સુપરકિંગ્સે પુલવામાં હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને મદદ કરવા માટેનું એલાન કર્યું છે. સીએસકે નિર્દેશક રાકેશ સિંહે જણાવ્યું હતું કે, ચૈન્નઈ સુપરકિંગ્સ ને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે થનારા ઓપનિંગ મુકાબલામાં ટિકિટોની તમામ કમાણી આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને આપી દેવામાં આવશે.

chennai super kings record

જણાવી દઈએ કે બંને ટીમ વચ્ચે આ મુકાબલો 23મી માર્ચના રોજ થવાનો છે. જ્યાં ચૈન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે પણ પંજાબ અને હિમાચલના શહીદ થયેલા પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. ગત્ત મહિને જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. જેમાંથી પાંચનો સંબંધ પંજાબ અને હિમાચલથી હતો.

READ ALSO

Related posts

પોલીસને મદદ કરીને નફો કરતું થયેલું ભારતીય સ્ટાર્ટઅપ,ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસિયલ રેકગ્નિશન

Path Shah

કુડા સામૂહિક હત્યાકાંડ : ઈજાગ્રસ્ત કરશન પટેલનું હોસ્પિટલમાં નિધન, હવે પોલીસ તપાસ દિશાવિહીન

Nilesh Jethva

રાજ્યમાં ચોવીસ કલાક વિજળીની પોકળ વાતો, નસવાડી વિસ્તારમાં વિજ કાપથી લોકો ત્રાહીમામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!