GSTV
Health & Fitness Life Trending

વિટામિન-બી12ની ઉણપને કારણે શરીરમાં જોવા મળે છે આ લક્ષણો, ભૂલથી પણ અવગણશો નહિ

વિટામિન-બી12 એક એવું પોષક ત્તત્વ છે, જે વ્યક્તિના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્તમાન સમયમાં ઘણા લોકોમાં વિટામિન-બી12ની ઉણપ જોવા મળે છે. નોંધનીય છે કે આપણું શરીર વિટામિન-બી12 ઉત્પન કરતું નથી અને માટે વ્યક્તિએ ખાણીપીણીના માધ્યમથી તેની ઉણપને પૂરી કરવી પડે છે.

વિટામિન-બી12ની ઉણપને કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવું એટલા માટે કારણ કે વિટામિન-બી12 ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે વિટામિન-બી12ની ઉણપને કારણે શરીરમાં ક્યા પ્રકારના લક્ષણો દેખાવવા લાગે છે.

વિટામિન-બી12ની ઉણપને કારણે શરીરમાં દેખાય છે આ લક્ષણો

માથાનો દુખાવો

શરીરમાં વિટામિન-બી12ની ઉણપને કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે.આવું એટલા માટે કારણ કે પોષક તત્વો નર્વસ સિસ્ટમને સપોર્ટ કરે છે અને મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને પરિણામે જ્યારે શરીરમાં વિટામિન-બી12ની ઉણપ થાય છે, તો માથાનો દુખાવો સહિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. આટલું જ નહિ શરીરમાં વિટામિન-બી12ની ઉણપને કારણે માઈગ્રેનનો ખતરો પણ વધી જાય છે.

થાક

શરીરમાં વિટામિન-બી12ની ઉણપને કારણે શરીરમાં લાલ રક્તકણોના નિર્માણમાં સમસ્યા થાય છે, જેના કારણે એનિમિયા પણ થઈ શકે છે. પરિણામે વ્યક્તિને થાકનો અનુભવ થઈ શકે છે અને દૈનિક કાર્યો કરવામાં પણ સમસ્યા થાય છે.

હાથ અને પગમાં કળતર

હાથ અને પગમાં કળતર થવાનું એક કારણ વિટામિન-બી12ની ઉણપ છે. આટલું જ નહિ વિટામિન-બી12ની ઉણપને કારણે તળિયામાં બળતરા પણ થઈ શકે છે.

વિટામિન-બી12ની ઉણપને કારણે એનિમિયા થઈ શકે છે અને ત્વચાના રંગને પ્રભાવિત કરી શકે છે. આ સમસ્યામાં ત્વચાનો રંગ નિસ્તેજ થવા લાગે છે.

(નોંધ – આ  લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતો પર આધારિત છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા ડોક્ટર કે નિષ્ણાતોની સલાહ લો. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. અમારો મુખ્ય હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)

Also Read

Related posts

VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ

Siddhi Sheth

લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે

Vishvesh Dave

સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ

GSTV Web News Desk
GSTV