GSTV

આ શેરે એક વર્ષમાં રોકાણકરોને આપ્યું 478% રિટર્ન, 5 લાખથી બની ગયા 30 લાખ

શેર

Last Updated on June 24, 2021 by Damini Patel

શેર બજાર આ વર્ષે રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયું છે. પરંતુ કેટલાક એવા પણ સ્ટોક્સ છે જેમણે રિટર્નમાં સેન્સેક્સને પણ પાછળ મૂકી દીધું છે. અમે તમને આજે એવી જ એક કંપનીના શેર અંગે જણાવી રહ્યા છે જેણે ગયા એક વર્ષમાં 478%નું રિટર્ન આપ્યું છે.

વર્ષ ભરમાં Balaji Aminesએ આપ્યું 478% રિટર્ન

Balaji Aminesના શેરોએ પોતાના રોકાણકારોને વર્ષમાં જ મોટી કમાણી કરવા દીધી. કંપનીના શેર આજથી એક વર્ષ પહેલા 24 જૂન, 2020ના રોજ 449.80 રૂપિયા પ્રતિ શેર હતા. જે આજની તારીખે 2605 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર છે. એટલે વર્ષમાં 478% શાનદાર રિટર્ન કંપનીએ આપ્યું છે. જયારે આ દરમિયાન સેન્સેક્સે 51% રિટર્ન આપ્યું છે. મેના પહેલા મહિનામાં કંપનીના શેરે 2899 રૂપિયાની પીક પણ બનાવી હતી.

5 લાખ થયા 30 લાખ

પૈસા

ધારો કે જો તમે ગયા વર્ષે 24 જૂને Balaji Aminesના શેરમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આ રકમ આજ સુધીમાં વધીને 28.9 લાખ રૂપિયા થઈ ગઈ હોત. એટલે કે, તમારી રકમ પાંચ કરતા વધુ ગણી વધી ગઈ હોત. વર્ષ 2021 માં અત્યાર સુધીમાં Balaji Aminesના શેર વર્ષ 2021માં અત્યારસુધી 175 ટકા વધ્યા છે. 1 જાન્યુઆરીએ કંપનીના શેરનો ભાવ શેર દીઠ 939 રૂપિયા હતા જ્યારે આજે તે 2605 રૂપિયા છે. હવે માની લો કે જો તમે 5 વર્ષ પહેલા તેના સ્ટોકમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આ રકમ આજની તારીખમાં વધીને 53.2 લાખ રૂપિયા થઈ ગઈ હોત. 24 જૂન, 2016 ના રોજ શેરની કિંમત 244.85 રૂપિયા હતી.

કંપનીએ નફો નોંધાવ્યો

કંપનીએ માર્ચ, 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં 84.5 કરોડનો નફો નોંધાવ્યો છે જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 29.5 કરોડ હતો. નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં રેવેન્યુ પણ 258 કરોડ રૂપિયાથી વધીને 414 કરોડ રૂપિયા થઈ ગઈ છે. Balaji Amines Ltd (BAL)એ ભારતમાં એલિફેટિક એમિનેસની એક મોટી ઉત્પાદક કંપની છે. મોટે ભાગે કહીએ તો, કંપની મેથિલ એમિનેસ, એથિલ એમિનેસ, સ્પેશીયાલીટી કેમિકલ્સના ડેરિવેટિવ્ઝ અને નેચરલ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં નિષ્ણાત છે. કંપનીનો વ્યવસાય વ્યાપક રૂપે ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે. એમિનેસ, સ્પેશિયલિસ્ટ કેમિકલ્સ અને ડેરિવેટીવ્સ.

Read Also

Related posts

વાયરલ વિડીયો / વ્યક્તિની પાછળ પડયું શાહમૃગ, જનતાએ કહ્યું – જો આનાથી બચવું હોય તો ભાગો…

Vishvesh Dave

ઈન્ટરનેટ/ મોબાઈલનો ઉપયોગ કરવામાં બ્રાઝિલ નંબર વન, જાણો કયા દેશના લોકો મોબાઈલ પર કરે છે સૌથી વધારે સમય પસાર

Zainul Ansari

જલદી કરજો/ જો આઈફોન 12 ખરીદવા માંગતા હો તો તમારા માટે સુંદર તક, 12 હજાર રૂપિયા સસ્તામાં મળી રહ્યું છે એપલનું આ મોડલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!