પોરબંદરના કુતિયાણામાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે ભર્યું આ પગલુ

પોરબંદર જિલ્લાના કુતિયાણાના ખેડૂતે આપઘાત કર્યો હતો.મગફળીનો પાક નિષ્ફળ જવાથી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વિરમ મસરી ઓડેદરા નામના ખેડૂતે પાક વીમા માટે બેન્કમાંથી  લોન લીધેલી હતી. જો કે લોનની રકમ ભરાઇ ન કરી શકતા આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો. ત્યારે મરતા પહેલા ખેડૂતે લખેલી સ્યુસાઇડ નોટ સામે આવી છે. જેમાં તેણે પોતાના પર બેંક લોન ચાલુ હોવાનું કહ્યું હતું. આ સાથે સરકાર ખેડૂતો માટે કંઇ કરતી નથી તેવા આક્ષેપ કરીને આત્મહત્યા કરી હતી.

મહત્વનું છે કે છેલ્લા 2 મહિનામાં પાક નિષ્ફળ જવા અને વીમાના કારણથી અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અમરેલીમાં પણ 3 જેટલા ખેડૂતે આપઘાત કર્યો છે. તો બીજી તરફ જામનગરમાં પણ તળાવો સૂકાવવા લાગ્યા છે. ત્યારે આગામી સમયમાં ખેડૂતો માટે વધુ કપરા ચઢાણ છે. પણ સરકારને આ તમામ સમસ્યાઓ દેખાઈ નથી રહી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter