GSTV
Home » News » CBIના જૂના ડાયરેક્ટરને હટાવવા-નવાની નિમણૂક અંગે રાજનેતાઓના આ નિવેદન

CBIના જૂના ડાયરેક્ટરને હટાવવા-નવાની નિમણૂક અંગે રાજનેતાઓના આ નિવેદન

સીબીઆઈના ચીફ આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ફોર્સ લીવ પર ઉતારવામાં આવ્યા બાદ સીબીઆઈના ઈન્ચાર્જ નિદેશક તરીકે નાગેશ્વરરાવની નિમણૂક કરવામાં આવી છે. નાગેશ્વર રાવ હવે વિજય માલ્યા અને અગસ્ટા વેસ્ટલેન્ડ કેસ જેવા તમામ સંવેદનશીલ મામલાનું મોનિટરિંગ કરશે.

સીબીઆઆઈના વિવાદના મુદ્દે એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ છે કે તેમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ સીબીઆઈના ડાયરેક્ટરને રાહત આપશે. ઓવૈસીએ કહ્યુ છે કે તેઓ જાણવા ચાહે છે કે સીવીસીએ સીબીઆઈ ડાયરેક્ટરને હટાવવા માટે કઈ કલમનો ઉપયોગ કર્યો છે? વડાપ્રધાન એક ભ્રષ્ટ અધિકારીને શા માટે બચાવી રહ્યા છે?

સીબીઆઈ વિવાદમાં શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યુ છે કે સીબીઆઈ, સીવીસી, ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ લોકશાહીનો સ્તંભ છે. દેશની ટોચની એજન્સીના ટોચના અધિકારી એકબીજા પર આવા પ્રકારના આરોપો લગાવી રહ્યા છે. આગામી સંસદીય સત્રમાં આ એક મહત્વપૂર્ણ મુદ્દો રહેશે.

ડીએમકે ચીફ એમ. કે. સ્ટાલિને નાગેશ્વર રાવને સીબીઆઈના વચગાળાના નિદેશક બનાવવા મામલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ છે કે સીબીઆઈના ડાયરેક્ટર નાગેશ્વર રાવ સામે ઘણી ફરિયાદો મોકલવામાં આવી છે. તેની સાથે જ એ રિપોર્ટ આવી રહ્યો છે કે આલોક વર્મા રફાલ મામલાની તપાસ કરવા ઈચ્છતા હતા. સ્ટાલિને કહ્યુ છે કે શું સીબીઆઈમાં ફેરફાર રફાલની તપાસ રોકવા માટે કરવામાં આવી છે? તેનાથી ખબર પડે છે કે દેશમાં અઘોષિત કટોકટી છે. નાગેશ્વર રાવ જેવા લોકોની નિમણૂક સીબીઆઈને પાંજરામાં બંધ પોપટ બનાવીને રાખવામાં આવ્યો છે.

  • સીબીઆઈ વિવાદ
  • સીબીઆઈ ચીફને મળશે કોર્ટમાંથી રાહતઃ ઓવૈસી
  • સીબીઆઈ વિવાદ શિયાળુ સત્રમાં મોટો મુદ્દોઃ શિવસેના
  • એમ.કે સ્ટાલિને નાગેશ્વર રાવ સામે ઉઠાવ્યા સવાલ

Related posts

યુપીનાં સોનભદ્રનાં પર્વતોમાંથી અદભૂત ખજાનો મળ્યો, ગોલ્ડ સહિત અન્ય ધાતુઓ પણ મળી આવી

pratik shah

શાહીનબાગમાં બીજા દિવસે પણ વાટાઘાટોનું કોઈ પરિણામ નહીં

pratik shah

‘પેપરમાં 100ની નોટ મુકી દો પાસ થઈ જશો’ કહેનારા આચાર્યનો વીડિયો વિદ્યાર્થીએ યોગી આદિત્યનાથને ફોરવર્ડ કરી દીધો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!