GSTV
Home » News » ઓનલાઈન શોપિંગમાં નકલી બ્રાન્ડના સામાનથી બચવા માટે એમેઝોન લાવી રહ્યું છે આ ખાસ સર્વિસ, આ રીતે કરશે કામ

ઓનલાઈન શોપિંગમાં નકલી બ્રાન્ડના સામાનથી બચવા માટે એમેઝોન લાવી રહ્યું છે આ ખાસ સર્વિસ, આ રીતે કરશે કામ

કસ્ટમર સર્વિસને વધુ ઉમદા બનાવવા માટે એમેઝોન એક નવા પ્રોજેક્ટને લઈને આવી રહ્યું છે. મંગળવારે એમેઝોને આ સર્વિસની ઘોષણા કરી. તેનું નામ ‘પ્રોજેક્ટ ઝીરો’ છે. પ્રોજેક્ટ ઝીરો હેઠળ એક એડિશનલ પ્રોડેક્ટિવ મેકેનિઝમ અને પાવરફુલ ટૂલને અપનાવવામાં આવશે જેના દ્વારા નકલી લોકોને આ એમેઝોનના પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવશે.

ભારતની કંપનીઓએ પણ લીધો ભાગ

યુરોપ, જાપાન અને યુએસમાં લગભગ 7 હજાર બ્રેન્ડ્સ આ પ્રોજેક્ટ હેઠળ એનરોલ કરાવી ચુક્યા છે. ભારતની પણ ઘણી કંપનીઓએ તેમાં ભાગ લીધો છે. એમેઝોનના વર્લ્ડવાઈડ કસ્ટમર ટ્રસ્ટ એન્ડ પાર્ટનર સપોર્ટ વાઈસ પ્રેસીડેન્ટ ધર્મેશ એમ મહેતાનું કહેવું છે, ‘આ લોન્ચની સાથે જ ઈન્ડિયામાં અને ઘણીબધી બ્રેન્ડ્સને જોઈને ખૂબ ઉત્સાહિત છીએ. તેમાં નાના, મીડિયમ અને મોટા સ્તરના મલ્ટી નેશનલ બ્રેન્ડ્સ જોડાયેલા છે જેથી નકલી લોકોને બહાર કરી શકાય.’

એડવાન્સ્ડ ટેક્નોલોજી અને ઈનોવેશન સાથે જોડાણ

પ્રોજેક્ટ ઝીરો એમેઝોનની એડવાન્સ્ડ ટેક્નોલોજી અને ઈનોવેશન સાથે જોડાય છે. જેમાં બ્રેન્ડ્સ વિશે જાણકારી મેળવવા માટે સરળતા રહે છે કે કઈ નકલી છે અને કઈ અસલી. તેના માટે ત્રણ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે- ઓટોમેટેડ પ્રોજેક્શન્સ, સેલ્ફ સર્વિસ કાઉન્ટરફીટ રિમૂવલ ટૂલ અને પ્રોડક્ટ સીરિયલાઈજેશન. તેમણે જણાવ્યું ‘પ્રોજેક્ટ ઝીરો પર અમે ખૂબ લાંબા સમયથી કામ કરી રહ્યા હતા જેથી ગ્રાહકોને એમેઝોન પર શોપિંગ કરતી લખતે વિશ્વસનીય વસ્તુઓ મળી શકે.’

પ્રોડક્ટ સીરિયલાઈઝેશનમાં એક યુનીક કોડ આપવામાં આવે છે જે કોઈ પણ બ્રેન્ડ પોતાના મેન્યુફેક્ચરિંગ અને પેકેજિંગ પ્રોસેસમાં અપનાવે છે. તેને સ્કેન કરીને એમેઝોન વ્યક્તિગત રીતે પ્રોડક્ટની વિશ્વસનીયતાને ચેક કરે છે.

Read Also

Related posts

કંટાળ્યા હોય નોકરીથી તો, બહુ ઓછા પૈસામાં શરૂ કરો પોતાનો બિઝનેસ, થશે અઢળક કમાણી

NIsha Patel

ખુશખબર! ટૂંક સમયમાં વધી જશે તમારી સેલરી, સરકાર EPFOના નિયમોમાં કરશે આ મોટા ફેરફાર

Bansari

Vivo V17 ભારતમાં થશે આજે લોન્ચ, તેના દમદાર ફીચર્સ અને કિંમત જાણી થશો ખુશખુશાલ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!