ભાવનગરમાં ગુલાબી ઠંડી વચ્ચે આ ખાસ સ્પર્ધાનું આયોજન, પોતાની ઉંમરથી વધુ કરતા કરતબ

ભાવનગરના આંગણે યોજાયો છે યોગાસનની સ્પર્ધા, શરીર સ્વસ્થ રહે, સ્ફૂર્તિલું રહે માટે યોગ એ એક અતિ મહત્વની પ્રવૃત્તિ છે. રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધા ચાલી રહી છે. 9 ડિસેમ્બર સુધી ચાલનારી આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો છે. અને આ સ્પર્ધા જિતવા ખેલાડીઓ વચ્ચે ખરાખરીની ટક્કર જામી છે. મહત્વની વાત એ છે કે આ સ્પર્ધામાં ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા વધુ છે. ભાવનગરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના મેદાનમાં આ યોગાસન સ્પર્ધા ચાલી રહી છે.

આ સ્પર્ધામાં ભાવનગર, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, કચ્છ-ભૂજ, જૂનાગઢ સહિતના જિલ્લાના ખેલાડીઓ બહોળી સંખ્યામાં ભાગ લીધો છે. યોગાસન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા અન્ડર-૧૪, ૧૭, ઓપન એજ, શિક્ષક ગ્રુપ, ૪૦ અને ૬૦ની ઉપરના વયજૂથના ખેલાડી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો છે. કુલ 700થી વધુ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. બહેનોની સ્પર્ધામાં પ્રથમ દિવસે જ 250થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તો ભાઈઓમાં 362 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વ્યક્તિગત, આર્ટીસ્ટીક અને રિધમિક એમ ત્રણ પ્રકારની કેટેગરી રાખવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter