GSTV
Home » News » મહેસાણાનાં આ વિધાર્થીએ બનાવ્યું સોફ્ટવેર, આ ટેકનોલોજીથી ભારતનું નામ થશે રોશન!

મહેસાણાનાં આ વિધાર્થીએ બનાવ્યું સોફ્ટવેર, આ ટેકનોલોજીથી ભારતનું નામ થશે રોશન!

મહેસાણાની ગણપત યુનિવર્સિટીના એક વિધાર્થીએ કોઠાસૂઝથી એક કિપઅપ નામનું નવતર સોફ્ટવેર વિકસાવ્યું છે… જ્યારે આ સોફ્ટવેર ઓફીસમાં કામ કરતા કર્મચારી અને એચઆર ડીપાર્ટમેન્ટ માટે અસરકારક રહેશે.. મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીનું નામ છે જસ દિપોરા..

આ વિદ્યાર્થીએ વિદેશના અમુક લોકો સાથે મળી એક ઓફિસમાં કામ કરતી યુવતીના ઓફિસ સ્ટ્રેસને કારણે આપઘાત કરી લેવાની ઘટનાને ધ્યાનમાં રાખી જસ દિપોરાએ આ સોફ્ટવેર વિકસાવ્યુ છે. ત્યારે યુનિવર્સિટીની પ્રોજેક્ટ પરીક્ષા દરમ્યાન તૈયાર કરેલો સોફ્ટવેર આગામી સમયમાં ઉત્તમ કામગીરી કરશે તેવુ ગણપત યુનિવર્સિટીના અઘ્યાપકનું કહેવુ છે.

જ્યારે આ ટેક્નોલોજી મોબાઈલમાં પણ એપ સ્વરૂપે વિકસે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ કિપઅપ સોફ્ટવેર ટીમના સભ્યો વિશ્વના જાપાન જર્મની સહીતના પાંચ દેશો સાથે સંપર્ક કરી સોફ્ટવેર ટેક્નોલોજીને વિશેષ બનાવાનો પ્રયત્ન કરી રહ્યા છે.. ત્યારે સોફ્ટવેર ટેક્નોલોજીથી ગુજરાત સહીત ભારતનું નામ વિશ્વભરમાં રોશન થશે.

READ ALSO

Related posts

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah

શું તમે જાણો છો, મગફળીનું સવારના સમયે ખાલી પેટ સેવન કરવાથી થાય છે ફાયદા

Path Shah

ધર્મગુરૂ ઝાકીર નાઇકને મની લોન્ડરિંગ મામલે ફટકાર, EDએ દાખલ કરી આ અરજી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!