ગાંધીનગરના ઉદ્યોગ ભવન ખાતે આ સામાજિક કાર્યકર અન્નજળનો ત્યાગ દ્વારા કરી રહ્યો છે વિરોધ

પાટણના સાંતલપુર પંથકમાં રાજય સરકાર દ્રારા બે વખત વાઈબ્રન્ટ સમીટમાં મોટા કદની ઔધોગિક વસાહત સ્થાપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રાજયની જીઆઇડીસી દ્રારા બે વખત ફાઇલ રદ કરીને આ વિસ્તારના લોકોને વિકાસથી વંચિત રાખવામાં આવ્યા છે. જેના પગલે સાંતલપુરના સામાજિક કાર્યકર સંજય ઠક્કર છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગરના ઉધોગ ભવન ખાતે અન્ન જળનો ત્યાગ કરીને વિરોધ કરી રહ્યા છે.

આ સામાજિક કાર્યકરનું કહેવું છે કે વાઇબ્રન્ટ સમીટ દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા સાંતલપુરની જમીન પર ઔધોગિક વસાહત ઉભી કરીને પાટણ સહિત આસપાસના તાલુકા અને ગામડા ના યુવાનો રોજગારી મળે તે પ્રકાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter