GSTV

હવે Smart Bed અપાવશે નસકોરામાંથી છુટકારો, લઈ શકશો નિરાંતની ઉંઘ

Last Updated on August 2, 2019 by Mansi Patel

દુનિયાભરમાં સૌથી વધારે લોકો ઉંઘતા સમયે નસકોરાની સમસ્યાથી ગ્રસ્ત છે. નસકોરા લેવાના કારણે સાથે સૂતેલાને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવામાં ટેક્નોલોજીની મદદથી હવે આ સમસ્યાઓને સુલજાવી શકાય છે. તમારી ઉંઘને ટ્રેક કરવા માટે અને નસકોરાથી છુટકારો મેળવવા માટે અમેરિકાની ગાદી બનાવતી કંપની Tempur Sealy Interntional દ્વારા  એક ખાસ રીતનો “સ્માર્ટ બેડ” તૈયાર કરવામાં આવ્યો છે. આ બેડનું નામ Smart Tempur-Pedic bed રાખવામાં આવ્યુ છે. જેમા કંપનીએ સ્લીપટ્રેકર ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. જે નસકોરા આવવા પર તેને રોકવામાં ઘણી મદદ કરશે.

બેડમાં લાગેલાં છે સેન્સર્સ

આ ડબલ બેડમાં ગાદલાની નીચે સેન્સર્સ લાગેલાં છે. આ બેડ નસકોરાની ભાળ મેળવવા માટે માઈક્રોફોનનો ઉપયોગ કરતાં નથી. પરંતુ તેમાં મોશન ડિટેક્શન સિસ્ટમ લાગેલી છે. જે હાર્ટ-રેટ સિવાય શ્વાસ લેવાની પેટર્નને પણ મોનિટર અને ટ્રેક કરે છે.

સ્માર્ટ બેડની કાર્યપ્રણાલી

બેડમાં લાગેલું મોશન ડિટેક્શન સિસ્ટમ સરળતાથી સમજી જાય છેકે,તમે નસકોરા લઈ રહ્યા છો કે નહી, અને જો લઈ રહ્યા છો તો TEMPUR-Ergo Smart Base ઓટોમેટિક સિસ્ટમ એક્ટિવેટ થઈ જશે અને પોતાનું કામ શરૂ કરી દેશે. ત્યારબાદ આ બેડ યુઝરની પોઝીશનને બદલી નાંખે છે એટલેકે સૂતા લોકોનાં માથાને શરીર કરતાં લગભગ 11થી 13 ડિગ્રી ઉપર ઉઠાવી લે છે. એવું કરવા પર તે સરળતાથી શ્વાસ લઈ શકે છે અને સારા એરફ્લોને કારણે નસકોરા બંધ થઈ જાય છે.

1.5 લાખ રૂપિયા રાખવામાં આવી છે કિંમત

આ સ્માર્ટબેડને સૌથી પહેલાં ઓગષ્ટથી ઉત્તર અમેરિકામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની કિંમત 1,799 અમેરિકન ડોલર(લગભગ 1.24 લાખ રૂપિયા) રાખવામાં આવી છે. જ્યારે આ બેડના મસાજ ઓપ્શનવાળા મોડલને 2,199 અમેરિકન ડોલર (લગભગ 1.51 લાખ રૂપિયા)માં ખરીદી શકાશે. જાણકારી મુજબ, તેને 2020થી આખી દુનિયામાં ઉપલબ્ધ કરવામાં આવશે.

સ્માર્ટફોન એપ પર મળશે સારી ઉંઘની ટિપ્સ

આ સ્માર્ટ બેડમાં ઘણા કમાલનાં ફીચર્સ આપવામાં આવ્યા છે. તમને જાણીને આશ્વર્ય થશે કે, આ યુઝર્સને સ્માર્ટફોન એપ પર બધી જાણકારી આપે છેકે, કેટલી ઉંઘ લીધી છે અને કેટલાં સમય સુધી સુવાની જરૂર હતી. તેના સિવાય યુઝર્સને સારી ઉંઘ લેવા માટે ખાસ ટિપ્સ પણ એપમાં મળે છે.

READ ALSO

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!