GSTV
Business Trending

પાન કાર્ડ યુઝર્સ ધ્યાન આપે/ ભૂલથી પણ ન કરતા આ ભૂલ, એક જ ઝટકામાં થઇ જશે 10 હજાર રૂપિયાનો દંડ

પાન કાર્ડ

પાન કાર્ડ આજના સમયમાં એક અનિવાર્ય ડોક્યુમનેટ છે. આ કાર્ડ વગર ઘણા મહત્વપૂર્ણ કામ થઇ શકતા નથી. એની જરૂરત દરેક નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવા અને બેન્ક ખાતા ખોલાવવા માટે કરવાની હોય છે. પાન કાર્ડને હવે આધાર અને તમામ જગ્યા પર લિંક કરવું અનિવાર્ય કરી દેવામાં આવે છે. એની સાથે તમને જણાવી દઈએ કે પાન કાર્ડ સાથે જોડયલ એક ભૂલ તમને 10 હજાર રૂપિયાનો દંડ કરાવી શકે છે.

બે કાર્ડ હોવા પર થશે મોટી સમસ્યા

પણ કાર્ડ પર આપવામાં આવેલ દસ આંકડાનો પાન નંબર બિલકુલ સાવધાનીથી ભરો, કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક અથવા નંબર આગળ પાછળ થવા પર મોટી પેનલ્ટી ભરવી પડી શકે છે. એની સાથે જ જો તમારી પાસે બે પાન કાર્ડ છે તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે. એનાથી તમારું બેન્ક ખાતું ફ્રીઝ થઇ શકે છે. માટે જો તમારી પાસે બે પાન કાર્ડ છે તો તાત્કાલિક પોતાનો બીજો પાન કાર્ડ વિભાગ પાસે સરેન્ડર કરી દો. ઈન્ક્મ ટેક્સ એક્ટ 1961 272B સેક્સનમાં આની જોગવાઈ છે.

આ રીતે કરો બીજો પણ સરેન્ડર

PAN સરેન્ડર કરવાની પ્રક્રિયા સરળ છે . એના માટે કોમન ફોર્મ છે. એનાથી તમે ઈન્ક્મ ટેક્સ વેબસાઈટથી ડાઉનલોડ કરી શકો છો. એના માટે તમે વેબસાઈટ પર ‘Request For New PAN Card Or/ And Changes Or Correction in PAN Data’ લિંક પર ક્લિક કરી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો . ત્યાર પછી ફોર્મ ભરી કોઈ પણ NSDL દફતરમાં જઈ જમા કરી દો. બીજો PAN કાર્ડ સરેન્ડર કરતી સમયે ફોર્મ સાથે એને પણ જમા કરી દો. આ રીતે તમે ઓનલાઈન પણ કરી શકો છો.

જણાવી દઈએ કે એક જ સરનામાં પર એક જ વ્યક્તિના નામ પર આવેલ બે અલગ-અલગ પાન કાર્ડ આ શ્રેણીમાં આવે છે. જો તમારી પાસે પણ બે પાન કાર્ડ છે તો એક સરેન્ડર કરવો પડશે.

Read Also

Related posts

વીમા રત્ન યોજના/ LIC એ અત્યાર સુધીનો સૌથી અદભુત પ્લાન લોન્ચ કર્યો! 5,000 ના રોકાણ પર તમને મળશે બમ્પર વળતર

Binas Saiyed

વિચિત્ર બીમારી/ વ્યક્તિએ પત્ની સાથે સબંધ બનાવ્યાના 10 મિનિટ પછી ગુમાવી દીધી યાદ શક્તિ, ડોકટરે જણાવ્યું આનું કારણ

Damini Patel

RBI નો અહેવાલ/ ડિજીટલ ઈન્ડિયાના યુગમાં પણ 100 રૂપિયાની નોટ લોકોની ફેવરિટ, આ પાછળ મહત્વનું કારણ છે જવાબદાર!

Binas Saiyed
GSTV