GSTV
Home » News » આ શિવાજી, સંભાજી જેવી બીડી દેશને એક વર્ષમાં 80 હજાર કરોડ રૂપિયામાં ઉતારે છે

આ શિવાજી, સંભાજી જેવી બીડી દેશને એક વર્ષમાં 80 હજાર કરોડ રૂપિયામાં ઉતારે છે

બીડી પીવાથી દેશને લગભગ 80 હજાર કરોડ રૂપિયા નુકશાન થાય છે. ટોબેકો કન્ટ્રોલ નામના જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ બીડી પીવાથી આરોગ્યને નુકસાન પહોંચે છે અને લોકોનું સમય પહેલા જ મૃત્યુ થાય છે. આઈ.એ.એ.એન.એસ. અનુસાર બીડી પીવાથી થતું નુકશાન દેશમાં સ્વાસ્થ્ય પર થતા કુલ ખર્ચનાં બે ટકા છે. અહેવાલમાં કહેવામાં આવે છે- ‘સીધી રીતે રોગની તપાસ, દવાઓ, ડૉકટરોની ફી, હોસ્પિટલ, પરિવહન પર ખર્ચ અને સંબંધીઓ લોકોનો ખર્ચ અને પરિવારની આવકને થતુ નુકશાન પણ સામેલ છે.

તમે જાણો જ છો કે દેશમાં બીડી ખુબ પ્રચલિત છે. બીડી પીનારા 15 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા 7.2 કરોડ છે. તો વળી સંશોધન અનુસાર બીડી પીવાથી 2016-17માં માત્ર 4.17 બિલિયન રૂપિયાનો બગાડ હતો. 2017નાં આ સંશોધનમાં આરોગ્ય સેવા ખર્ચ પર નેશનલ સેમ્પલ સર્વે અને ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વેક્ષણના આંકડા સામેલ છે.

અહેવાલના લેખકો અને કેરળના કોચી સ્થિત જાહેર નીતિ સંશોધન કેન્દ્રથી સંબંધિત રિજો એમ. જ્હોન કહે છે કે ‘ભારતમાં પાંચમાંથી લગભગ એક કુટુંબ આ વિનાશકારી ખર્ચનો સામનો કરી રહ્યું છે. તંબાકુ અને તેનાથી શરીરને થનારા નુકસાન પર થતાં ખર્ચાનાં કારણે લગભગ 15 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. ખાસ કરીને ગરીબ લોકો ભોજન અને શિક્ષણમાં ખર્ચ નથી કરી શકતા ‘

READ ALSO

Related posts

મોટેરા ખાતે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં અંદાજે એક લાખ લોકો ઉમટશે, આવી છે પાર્કિંગ વ્યવસ્થા

Nilesh Jethva

દિવાલ બનાવવાનો વિવાદ વધતા કોર્પોરેશને રાતોરાત વૃક્ષો વાવી દીધા

Nilesh Jethva

વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ફી લીધા બાદ રાજ્યની આ ડેરીએ હાથ કર્યા અદ્ધર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!