GSTV
Home » News » આ સિનિયર સીટીઝન ગ્રુપે કરી એવી સ્પર્ધા કે યુવાનો પણ શરમાશે..

આ સિનિયર સીટીઝન ગ્રુપે કરી એવી સ્પર્ધા કે યુવાનો પણ શરમાશે..

તમે યુવાનોને સ્પર્ધામાં ભાગ લેતા તો જોયા છે. પણ વૃદ્ધોની સ્પર્ધામાં અને એ પણ સૌથી વધુ ખાવાની સ્પર્ધામાં ઓછી જોઇ હશે. વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં સૌથી વધુ મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજાઇ. જૂનાગઢમાં છેલ્લા આઠ વર્ષથી મકરસંક્રાંતિના દિવસે સિનિયર સિટીઝનો વચ્ચે લાડુ ખાવાની સ્પર્ધા યોજાય છે.

જૂનાગઢના અપના ઘર ખાતે સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા આ વર્ષે ૮મી લાડુ સ્પર્ધા યોજવામાં આવી. જેમાં પાંચ મિનિટની અંદર બે વૃદ્ધોએ 13 લાડુ ખાધા હતા. જેથી બંને સ્પર્ધકો વચ્ચે ટાઈ થઇ હતી.બાદમાં ફરીવાર બંને વચ્ચે સ્પર્ધા યોજાય જેથી પુરુષ વિભાગમાં વિજેતા થનાર વૃદ્ધે 22 લાડુ ખાવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે વૃદ્ધોની જેમ વૃદ્ધાઓમાં પ્રથમ ક્રમાંકે આવેલા વૃદ્ધાએ સૌથી વધુ ૧૪ મમરાના લાડુ ખાઇને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

જૂનાગઢમાં સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સીનીયર સિટીઝન માટે અલગ-અલગ સ્પર્ધા યોજી અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી વૃદ્ધોને નિવૃત્તિના સમય દરમિયાન આવી સ્પર્ધાઓ મા પ્રોત્સાહિત કરી ભાગ લેવડાવી પ્રફુલ્લિત રાખવા માટેનો ઉમદા પ્રયાસ કરવામાં આવે છે.

આમ યુવાનોની તો સ્પર્ધા યોજાતી જોઈ હશે.પરંતુ જૂનાગઢમાં સિનિયર સિટીઝનો માટે મમરાના લાડુ ખાવાની સ્પર્ધા દર વર્ષે આકર્ષણનું કેન્દ્ર બને છે.

READ ALSO

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો

Mansi Patel

ચીની સેનાની સામે આવી અવળચંડાઈ,લદ્દાખમાં કરી ભરવાડોની પાછળ કરી ઘુસણખોરી

Mansi Patel

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!