GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, માત્ર આટલા ઓછા વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા

કડક મેહનતથી કમાણી કરેલ દરેક પૈસા ખૂબ મહત્વ રાખે છે. એવામાં ખૂબ જ જરૂરી છે કે, જ્યારે પણ તમે કોઈ નાનુ અથવા મોટુ રોકાણ કરો તો તેનો સંપૂર્ણ ફાયદો મળે. જો તમે ઓછા સમયા રોકાણથી નફો કમાવવા માગો છો તો, એવામાં પોસ્ટ ઓફિસમાં હાજર એક શાનદાર સ્કીમને પસંદ કરી શકો છો. પોસ્ટ ઓફિસની સીનિયર સિટીજન્સ સેવિંગ્સ સ્કીમમાં રોકાણકારોને 7.4 ટકાના દરથી વ્યાજ મળે છે. તો આવો જાણીએ તમે કેવી રીતે માત્ર 5 વર્ષમાં 14 લાખ રૂપિયા બનાવી શકો છો.

શું છે સ્કીમ

સીનિયર સિટીજન્સ સેવિંગ્સ સ્કીમમાં ખાતુ ખોલાવવા માટે ઉંમ મર્યાદા 60 વર્ષ હોવી જોઈએ. 60 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના લોકો જ આ સ્કીમમાં ખાતુ ખોલાવી શકે છે. તે સિવાય જે લોકોને VRS એટલે કે, Voluntary Retirement Scheme લઈ રાખી છે તે લોકો પણ આ સ્કીમમાં ખાલુ ખોલાવી શકે છે. જો સીનિયર સિટીજન્સમાં તમે એક ભેટ 10 લાખ રૂપિયાનુ રોકાણ કરો છો તો વર્ષના 7.4 ટકા (કમ્પાઉડિંગ) ની વ્યાજ દરના હિસાબથી 5 વર્ષ બાદ એટલા કે, મેચ્યોરિટી પર રોકાણકારોને કુલ રકમ 14,28,964 રૂપિયા હશે એટલે 14 લાખ રૂપિયાથી વધારે. અહીંયા તમને વ્યાજના રૂપમાં 4,28,964 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે.

આ શરતોનું રાખવુ પડશે ધ્યાન

આ સ્કીમમાં ખાતુ ખોલાવવા માટે લઘુતમ રાશિ 100 રૂપિયા છે. તે સિવાય આ ખાતામાં તમે મહત્તમ 15 લાખ રૂપિયાથી વધારે રાખી શકો નહી. તે સિવાય જો તમારી ખાતા ખોલાવવાની રકમ 1 લાખ રૂપિયાથી ઓછી હોય તો તમે રોકડ પૈસા આપીને પણ ખાતુ ખોલાવી શકો છો. આ તરફ 1 લાખ રૂપિયાથી વધારે પર ખાતુ ખોલાવવા માટે તમારે ચેક આપવો પડશે.

પોસ્ટ ઓફિસમાં જઈને અરજી કરવી પડશે

SCSSનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો છે, પરંતુ જો રોકાણકાર ઈચ્છે તો આ સમયમર્યાદાને વધારી પણ શકે છે. એક વેબસાઈટ પ્રમાણે તમે મેચ્યોરિટી બાદ આ સ્કીમને 3 વર્ષ માટે વધારી શકો છો. તેને વધારવા માટે તમારે પોસ્ટ ઓફિસમાં જઈને અરજી કરવી પડશે. ટેક્સની વાત કરીએ તો, જો SCSS ની હેઠળ તમારી વ્યાજ રાશિ 10 હજાર રૂપિયા વર્ષથી વધારે થઈ જાય તો, તમારુ TDS કપાવવા લાગશે. જોકે, આ સ્કીમમાં ઈન્વેસ્ટમેન્ટ પર ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C ની હેઠળ છૂટ છે.

READ ALSO

Related posts

જૂનાગઢની મધ્યમાં આવેલા વિસ્તારમાં દીપડાએ દેખાડો દેતા લોકોમાં ફફડાટ

Nilesh Jethva

પાવીજેતપુરમાં દીપડાએ કરેલા હુમલામાં 5 વર્ષના બાળકનું મોત

Nilesh Jethva

પંચર બનાવતી યુવતીને જોઈ પોલીસે ગાડી ઉભી રાખી, ભાઈ બની રાખડી બંધાવી આજીવન રક્ષા કરવાનું વચન આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!