GSTV

ખાસ વાંચો/ આધાર કાર્ડ ધરાવતી મહિલાઓને માલામાલ બનાવી શકે છે LICની આ ખાસ સ્કીમ, જાણો કેવી રીતે

lic

Last Updated on August 4, 2021 by Bansari

દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LIC ની લોકપ્રિય પોલીસીઓમાંની એક LIC ની જીવન લક્ષ્ય પોલીસી છે. સરકારી વીમા કંપનીની આ પોલીસીના ઘણા ફાયદા છે. આ પોલિસી તે લોકો માટે ખાસ છે જે નાની રકમ જમા કરાવીને મોટું ફંડ બનાવવા માંગે છે. તો ચાલો જાણીએ તેના ફાયદા અને કેવી રીતે મળશે 27 લાખ રૂપિયા

ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC વિવિધ સ્કીમ્સ દ્વારા વીમા કવચ તેમજ લાંબા ગાળે નાણાં કમાવવાની તક આપે છે. દરેક વ્યક્તિ પોતાની સુવિધા અને જરૂરિયાત મુજબ આ સ્કીમ્સ પસંદ કરી શકે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે LIC ની પણ ખાસ સ્કીમ છે. LIC ની આ સ્કીમનું નામ ‘આધાર શિલા પ્લાન’ છે, જેમાં 8 વર્ષથી 55 વર્ષ સુધીની મહિલાઓ રોકાણ કરી શકે છે.

LIC આધાર શિલા પ્લાનમાં સુરક્ષા અને બચત બંને સુવિધા ઉપલબ્ધ છે. આ સ્કીમનો લાભ તે મહિલાઓ જ લઇ શકે છે, જેમની પાસે આધાર કાર્ડ છે. આધાર શીલા પ્લાનની મેચ્યોરિટી પહેલા પોલિસીધારકના મૃત્યુ પર પોલિસીધારકના પરિવારને આર્થિક સહાય પણ ઉપલબ્ધ છે. જ્યારે, જો પોલિસીધારક મેચ્યોરિટી સુધી જીવિત રહે તો તેમને એકસામટી રકમ ચૂકવવામાં આવે છે.

વીમાની રકમ અને પ્રીમિયમ ચુકવણીના નિયમો શું છે?

LIC આધાર શિલા પ્લાન હેઠળ, બેસિક સમ એશ્યોર્ડ મિનિમમ રકમ 75,000 રૂપિયા અને મહત્તમ 3 લાખ રૂપિયા છે. પોલિસી ટર્મ ન્યૂનતમ 10 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષ છે. આ પ્લાનમાં મેચ્યોરિટીની મહત્તમ ઉંમર 70 વર્ષ છે. આ પ્લાન એવી મહિલાઓ માટે છે જે સામાન્ય રીતે સ્વસ્થ હોય છે અને તેને કોઈ મેડિકલ ટેસ્ટ કરવાની જરૂર નથી.

આ પ્લાનનું પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ માટે તૈયાર કરવામાં આવેલી આ યોજના અંતર્ગત પ્રીમિયમ, મેચ્યોરિટી ક્લેમ અને ડેથ ક્લેમ પર ટેક્સ છૂટની સુવિધા મળે છે.

lic

LIC આધાર શીલા યોજનાની મુખ્ય ફીચર્સ?

તે નૉન-લિંક્ડ પાર્ટિસિપેટરી એન્ડોમેન્ટ પ્લાન છે જે ઇમરજન્સીમાં બચત અને નાણાકીય સુરક્ષા વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આમાં, પોલિસી ટર્મના અંતે એક સામટી રકમ ઉપલબ્ધ છે. જો પોલિસી ધારક પોલિસીની મુદત પૂરી થાય તે પહેલા મૃત્યુ પામે તો તેના પરિવારને તેનું કવરેજ મળે છે.

આ સિવાય, જો પોલિસીધારક પોલિસી લીધાના 5 વર્ષ પછી મૃત્યુ પામે છે, તો મેચ્યોરિટી પર લોયલ્ટી એડિશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ પ્લાનના ગ્રાહકો માટે એક્સિડેંટ બેનિફિટ રાઇડર પણ ઉપલબ્ધ છે. જો કે, તેમાં ગંભીર બીમારી માટે કોઈ પણ રાઇડરનો સમાવેશ થતો નથી.

આ લોયલ્ટી એડિશન શું છે?

જો પોલિસી લીધાના પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોય અને અત્યાર સુધી તમામ પ્રિમીયમ સમયસર ચૂકવવામાં આવ્યા હોય અને પોલિસીધારકના મૃત્યુ પછી, નોમિનીને લોયલ્ટી એડિશન મળે છે. જો વીમાધારક મહિલા 5 વર્ષની મુદત પૂરી કર્યા બાદ પોલિસીને સરેન્ડર કરે છે, તો તે લોયલ્ટી બોનસ મેળવી શકે છે. આ માટે એક શરત એ છે કે મહિલાએ તમામ પ્રીમિયમ સમયસર ચૂકવવું પડશે.

lic

ડેથ બેનિફિટની રકમ

જો પોલિસીની મુદત પૂરી થાય તે પહેલા મહિલા મૃત્યુ પામે તો, નોમિની દ્વારા મેળવેલ એકસામટી રકમ વાર્ષિક પ્રીમિયમના 10 ગણા અથવા તમામ પ્રીમિયમના 105% અથવા એબ્સોલ્યુટ સમ અશ્યોર્ડ હશે.
જો પોલિસીધારક પોલિસી લીધાના 5 વર્ષ પછી મૃત્યુ પામે છે, તો નોમિનીને વીમાની રકમ સમાન ડેથ બેનેફિટ મળે છે. આવી સ્થિતિમાં, ડેથ બેનેફિટ ક્લેમની રકમ મૂળભૂત વીમાની 110% જેટલી હશે.

જો પોલિસીધારક પોલિસી લીધાના 5 વર્ષ પછી મૃત્યુ પામે પણ મેચ્યોરિટી પહેલા, નોમિનીને બેઝિક સમ એશ્યોર્ડ અને લોયલ્ટી એડિશન મળશે.જો પોલિસી ધારક પોલિસીની મુદત પૂરી થાય ત્યાં સુધી જીવિત રહે છે તો ત્યાં મેચ્યોરિટી બેનિફિટ તરીકે બેસિક સમ અશ્યોર્ડ પ્લસ લોયલ્ટી એડિશન્સ સમાન હશે. એ પણ ધ્યાન રાખવુ જોઈએ કે પોલિસી ધારક મેચ્યોરિટી રકમ મેળવવા માટે જ હકદાર રહેશે જો તેણે પોલિસીની મુદત દરમિયાન તમામ પ્રીમિયમ ચૂકવ્યું હોય.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!