GSTV

મહિને થોડા રૂપિયા રોકીને આ રીતે કરોડ પતિ બની શકાય છે, લાંબાગાળે ફાયદો કરાવે એવી યોજનાને સરકારનું આવું છે પીઠબળ

બજારમાં રોકાણ હંમેશા જોખમી રહે છે. કારણ કે, તે બજારના ઉતાર ચઢાવ પર આધારિત છે. લાંબા ગાળાના રોકાણ દ્વારા, તમે ફક્ત બજારનું જોખમ ઘટાડી શકતા નથી. રોકાણના યોગ્ય રસ્તાને અનુસરીને કરોડપતિ બની શકાય છે. પીપીએફમાં સલામત રોકાણ કરવું એ એક સમજદાર પગલું હોઈ શકે છે. તેની પાછળ સરકારની બાંયધરી છે. લાંબા ગાળાના રોકાણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. વધુ ટેક્સ છૂટ મળે છે.

વાર્ષિક મહત્તમ 1.5 લાખ અથવા મહિને મહત્તમ 12500 રૂપિયા જમા કરાવી શકાય છે. મહિને મહત્તમ 12500 રૂપિયા જમા કરાવી વાર્ષિક 1.5 લાખ રૂપિયા પીપીએફમાં જમા કરાવી શકો છો. જો તમે આ રોકાણમાં 25 વર્ષ માટે 37.5 લાખ રૂપિયા જમા કરશો, તો તમને કુલ 1.03 કરોડ પાછા મળશે. આ રીતે તમારા 37 લાખ 50 હજારના રોકાણ પર તમને 65 લાખ 58 હજાર 15 રૂપિયા મળશે. જે એક કરોડ રૂપિયાથી ઉપરની રકમ હશે.

15 વર્ષની રોકાણ યોજનામાં પીપીએફમાં માસિક 12,500 રૂપિયા જમા કરશો, વ્યાજ દર 7.1 ટકા પ્રમાણે 18,15,209 રૂપિયાનું વ્યાજ મળશે. જે 15 વર્ષ પૂરા થવા પર 40,68,209 રૂપિયા આપશે. 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણો માટે ટેક્સમાં છૂટ મળશે. પીપીએફ ખાતા પર લોન લેવાની સુવિધા પણ મળી શકે છે.

READ ALSO

Related posts

મુખ્ય પ્રધાન રૂપાણીએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગેનો પીએમ મોદીને આપ્યો ચિતાર

pratik shah

VIDEO: ATM મશીનમાંથી કેસ કાઢતાં પહેલાં આ જરૂરથી ચેક કરજો, નહીં તો થઈ શકે છે ફ્રોડ

Karan
Do NOT follow this link or you will be banned from the site!