GSTV
Gujarat Government Advertisement

એલર્ટ! કરોડો સેવિંગ્સ ખાતાધારકો માટે 30 જૂન પછી આ જરૂરી નિયમ બદલાઈ જશે

Last Updated on June 13, 2020 by Karan

માર્ચના અંતિમ અઠવાડિયામાં પહેલી વાર દેશભરમાં લોકડાઉનની જાહેરાત પછી નાણાં મંત્રી નિર્મલા સીતારામને કરોડો બેંક ખાતાધારકો માટે સેવિંગ્સ ખાતામાં ત્રણ મહિના માટે એવરેજ મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નહીં પડે. આ એપ્રિલ, મે અને જૂન માટે લાગુ હતું. હજુ સુધી નાણાં મંત્રાલય કે કોઈ પણ બેંક તરફથી આ વિશે સ્પષ્ટતા થઈ નથી કે, આ છૂટ આગળ ચાલુ રહેશે કે નહીં. દરેક બેંક પોતાના હિસાબે લઘુતમ બેલેન્સ નક્કી કરે છે. આ સરેરાશ રકમને દર મહિને એકાઉન્ટમાં જાળવવી પડે છે. આવું નહીં કરવાથી બેંક ગ્રાહકો પાસેથી પેનલ્ટી વસૂલે છે.

એસબીઆઈ મિનિમમ બેલેન્સ ચાર્જ નહીં વસૂલે

સ્ટેટ બેંકે સેવિંગ્સ બેંક ખાતા પર એવરેજ મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂરિયાતનો અંત લાવી દીધો છે. હવે બેંકના તમામ 44.51 કરોડ સેવિંગ્સ ખાતાધારકો પાસેથી લઘુતમ બેલેન્સ નહીં જાળવવાનો ચાર્જ લેવામાં નહીં આવે.

એટીએમ વિડ્રોલ ચાર્જમાંથી પણ રાહત

કેન્દ્ર સરકારે એટીએમમાંથી કેશ વિડ્રોલ પર લાગતા ચાર્જમાંથી પણ રાહત આપી હતી. નાણાં મંત્રીએ કહ્યું હતું કે, ડેબિટ કાર્ડ ધારકો ત્રણ મહિના માટે કોઈ પણ એટીએમમાંથી કેશ વિડ્રોલ કર શકે છે. આ જાહેરાત ત્રણ મહિના માટે હતી.

એચડીએફસી બેંકમાં મિનિમમ બેલેન્સનો નિયમ

જો મેટ્રો કે શહેરી વિસ્તારોમાં કોઈ ગ્રાહકે એચડીએફસી બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવી રાખ્યું છે, તો લઘુતમ રૂ. 10,000 દર મહિને રાખવા જરૂરી છે. એ જ રીતે આ મર્યાદા અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અનુક્રમે રૂ. 5,000 અને રૂ. 2,500 છે.

આઇસીઆઇસીઆઈ બેંકમાં નિયમ

મેટ્રો કે શહેરી વિસ્તારોમાં સેવિંગ્સ ખાતામાં રૂ. 10,000ના લઘુતમ બેલેન્સની જરૂર છે. અર્ધશહેરી વિસ્તારોમાં આ મર્યાદા રૂ. 5,000 અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 2,000 છે. કેટલાંક અંતરિયાળ વિસ્તારોમાં આ મર્યાદા રૂ. 1,000 છે. મિનિમમ બેલેન્સ નહીં જાળવવાના કિસ્સામાં બેંક મેટ્રો, શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં 100 રૂપિયા અને જેટલી રકમ ઓછી હોય એના પર 5 ટકા ચાર્જ વસૂલે છે.

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!