ચૂંટણી પંચે પાર્ટીઓના ઢંઢેરા જાહેર કરવા માટે લાગુ કર્યો આ નિયમ, ભાજપના કારણે બબાલ થઈ

ચૂંટણી પંચની કમિટીએ આદર્શ આચાર સહિતામાં સંશોધન કરવાની ભલામણ કરી છે. આ ભલામણ મુજબ કોઈપણ રાજકીય પાર્ટીએ ચૂંટણીના 72 કલાક પહેલા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનો રહેશે. ગુરૂવારે આ પ્રકારનો રિપોર્ટ ચૂંટણી પંચના મુખ્ય અધિકારી સુનીલ અરોરા અને અશોક લવાસાને સોંપવામાં આવ્યો છે.

વર્તમાનમાં ઘોષણાપત્રને લઈને કોઈપણ પ્રકારની સમય મર્યાદા નથી. 2014માં ભાજપે પ્રથમ તબક્કાના મતદાનના દિવસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જે અંગેની ફરિયાદ કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી હતી. પરંતુ ચૂંટણી પંચમાં ચૂંટણી ઢંઢેરાને લગતો કોઈપણ પ્રકારનો કાયદો નથી. જેથી ચૂંટણી પંચે આ મામલે કોઈપણ પ્રકારનું હસ્તક્ષેપ કરી શકતુ નહોતુ.

મહત્વપૂર્ણ છે કે, નવા સંશોધનમાં કેટલીક ભલામણોને લાગુ કરતા પહેલા કાયદા પ્રધાનને પત્ર લખવો પડશે. જે બાદ સંશોધનને મંજૂરી મળી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter