GSTV

આ રોડ શો માત્ર ટ્રમ્પ અને મોદીનો જ હશે : વિજય રૂપાણી

પ્રતિબંધ

બે મહાનુભાવોના આગમનને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સીએમ રૂપાણીએ આગતાસ્વાગતાનો ચિતાર આપ્યો. સીએમ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતની જનતા બન્ને મહાનુભાવોને આવકારવા થનગની રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જયારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે પૂરતી તૈયારી કરી લેવામાં આવી છે.

રોડ શો માત્ર મોદી અને ટ્રમ્પનો

ઐતિહાસિક સ્વાગત કરવામાં આવશે. સાથે જ રોડ શો વિશે વાતચીત કરતા જણાવ્યું કે રોડ શો ફક્ત ટ્રમ્પ અને પીએમ મોદીનો જ હશે. ગુજરાત માટેનો ટ્રમ્પનો પ્રેમ એ આપણા માટે ગૌરવની વાત છે. રોડ શોમાં આપણે આ બન્ને મહાનુભાવોનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરીશું. રોડ શો માં ખુબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડશે.

રોડ શોમાં મીની ભારત જોવા મળશે

રોડ શોમાં મીની ભારત જોવા મળશે.અલગ અલગ રાજ્યના લોકો પોતાના પરંપરાંગત પોશાકમાં કાર્યક્રમ આપશે. જેના માટે રોડ શો રૂટ પર વિવિધ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આમ ટ્રમ્પ અને પીએમ મોદીનો રોડ શો ભવ્ય અને ઐતિહાસિક હશે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના સીએમ ઠાકરે બોલ્યા : અમારા ભાઈઓને બચાવવા કોઈ પણ હદ સુધી જઈશ

Nilesh Jethva

કોરોનાએ વિશ્વની મહાસત્તાને પણ ન મૂકી, અમેરિકામાં 7 લાખ લોકોની છીનવાઈ રોજી-રોટી

Ankita Trada

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!