GSTV

26 બેઠકો જીતવા ભાજપનું ગુજરાતમાં મનોમંથન, તૈયાર કરાયો આ રોડમેપ

Last Updated on January 28, 2019 by

આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપમાં તૈયારીઓને ધમધમાટ શરૂ થયો છે. અને આજે ગુજરાત ભાજપ પ્રભારી ઓમ માથુરની આગેવાનીમાં કમલમમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે સવારના સમયે પાર્ટિના સાત મોરચાના અધ્યક્ષ, મહામંત્રીના કામનું રિપોર્ટિંગ લેવાની કામગીરી સંપન્ન થઈ છે. અને આગામી કાર્યક્રમો પર બેઠકમાં ચર્ચા થઈ હતી. આ સિવાય તમામ લોકસભાની ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા રોડમેપ તૈયાર કરવા માટે ચર્ચા થઈ છે.

આ ઉપરાંત ભાજપ આગામી એકથી 10 ફેબ્રુઆરી સુધી બે કે ત્રણ જેટલી બેઠકોના કલસ્ટરમાં પ્રબુદ્ધ સંમેલન યોજાશે. જેમાં શિવરાજસિંહ, દેવેન્દ્ર ફડનવીસ, પિયુષ ગોયલ અને મનોહરલાલ ખટ્ટર સામેલ થશે. આ સિવાય ભાજપ ગુજરાતભરમાં નમો અગેઈન કેમ્પેઈનને ફરી લોકો સમક્ષ લઈ જવાની પણ તૈયારી કરી છે.

ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર કરેલા વાણી વિલાસને લઈને ભાજપ આજે બચાવની મુદ્દામાં આવી ગય છે. અને ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, ભાજપના નેતાઓના નિવેદનનોના ખોટા અર્થઘટન કરવામાં આવી રહ્યા છે. તેઓએ કોઈને દુઃખ થાય તે માટે નિવેદન કર્યુ ન હતું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પોતાના નિવેદન થકી વિપક્ષને ટોણો મારવાનો મોકો આપ્યો છે. અને ભાજપ બેકફૂટમાં આવી ગયું છે. ત્યારે ભરત પંડ્યાએ નીતિન ગડકરીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, નીતિન ગડકરીએ કોંગ્રેસના અગાઉના 10 વર્ષના શાસનના સંદર્ભે વાત કરી હતી. હાલ નરેન્દ્ર મોદીના શાસનમાં કામો થઈ રહ્યા છે.

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!