GSTV
Home » News » આ રોડ ગરબી માટે નથી બનાવ્યો પણ પોતાના ખર્ચે લોકોએ સરકારી કામ કર્યું

આ રોડ ગરબી માટે નથી બનાવ્યો પણ પોતાના ખર્ચે લોકોએ સરકારી કામ કર્યું

ટેકસના નામે લાખો કરોડો રૂપિયા લોકો પાસેથી ઉઘરાવી લેતી સરકાર પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ ઠાગાઠૈયા કરે છે.  શહેરા નગરમાં ગણેશ ચોક વિસ્તારમાં રસ્તા પર પડી ગયેલા મોટા મોટા ખાડા રિપેર કરવા માટે વિસ્તારના લોકોએ તંત્રને વારંવાર ફરિયાદ કરી હતી. પરંતુ તંત્ર તરફથી કોઇજ પ્રત્યુત્તર આપવાની તસ્દી પણ લેવાઇ નહીં.

ત્રસ્ત ગણેશ ચોકના રહીશોએ પોતે જાતે જ રસ્તાનું રીપેરીંગ કામ પોતાના ખર્ચે કરી દીધું છે. લોકોએ આ રીતે સ્વખર્ચે રસ્તાનું રીપેરીંગ કામ કરવું પડયું તો આવા મુદ્દે પ્રશ્નએ થાય કે પાલિકા માટે આવતી કરોડોની ગ્રાન્ટો કયાં અને કોના માટે વાપરવામા આવે છે. અને કામ ન કરતા જવાબદારો પર શું પગલાં લેવાય છે.

Related posts

નિલકંઠવર્ણી વિવાદ મુદ્દે આજે મોરારિ બાપુએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો કાલથી લાગુ, નિયમોના ભંગ બદલ દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ સજ્જ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!