GSTV
India News Trending

ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે

જયહિંદ

ભારતમાં દેશપ્રેમનું પ્રતિક ગણાતા નારા જયહિંદનો જય ઘોષ કરવામાં આવે છે. ભાષણ સમાપનના અંતમાં મહાનુભાવો જય હિંદ અચૂક બોલે છે. સ્વતંત્રતા આંદોલનમાં તો જય હિંદનો નારો ઘર ઘરે ગુંજતો થઇ ગયો હતો પરંતુ ખૂબ ઓછા લોકો આ નારાના સર્જકને ઓળખે છે. મોટા ભાગના લોકો એવું માને છે કે આ નારો સુભાષચંદ્ર બોઝે આપેલો પરંતુ જય હિંદનો નારો થિરૃઅન્તપુરના ક્રાંતિકારી ચેમ્પકારમણ પિલ્લાઇએ આપ્યો હતો.

જયહિંદ

જયહિંદએ ભારતનો જય ઘોષ કેવી રીતે બની ગયો તેનો પણ ઇતિહાસ છે.૧૫ સપ્ટેમ્બર ૧૮૯૧માં જન્મેલા પિલ્લાઇ કોલેજમાં ભણતા ત્યારે સાથે અભ્યાસ કરતા વિધાર્થીઓમાં જોશ જગાવવા માટે જયહિંદનો નારો બોલતા હતા. ૧૯૦૮માં વધુ અભ્યાસ માટે પિલ્લાઇ જર્મની ગયા અહીં તેમણે પી એચ ડી સુધીનો અભ્યાસ કરીને છેવટે અંગ્રેજો વિરુદ્ધ લડાઇ લડવા માટે જર્મન નૌકાદળમાં જુનિયર અફસર તરીકે જોડાઇ ગયા. તેમણે ૨૨ સપ્ટેમ્બર ૧૯૧૪ના રોજ જર્મન જહાજમાં બેસીને ચેન્નાઇ પર બોંબ પણ ફેંકયા હતા.

૧૯૩૩માં ઓસ્ટ્રીયાની રાજધાની વિયેના ખાતે તેઓ સુભાષચંદ્ર બોઝને મળ્યા ત્યારે હાથ ઉંચા કરીને જય હિંદ બોલ્યા હતા. બોઝને જયહિંદ બોલીને રજૂ થવાની તેમની યુકિત ગમી ગઇ હતી. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજમાં જોડાવાની હાંકલ થતા જર્મનીમાં અભ્યાસ કરતો આબિદ હુસેન નામનો બીજો એક વિધાર્થી પણ આઝાદ હિંદ ફોજમાં જોડાયો હતો. આઝાદ હિંદ ફોજની રચના સંબંધિત કાર્યવાહી વિસ્તરી રહી હતી ત્યારે જય હિંદને આઝાદ હિંદ ફોજના જયઘોષ તરીકે લેવાનું સુચન આબિદ હુસેને જ કર્યું હતું.

જયહિંદ

ર નવેમ્બર ૧૯૪૧ના રોજ આઝાદ હિંદ ફોજનો યુદ્ધ ઘોષ બની ગયેલો આ નારો ધીરે ધીરે દેશમાં આઝાદી માટે લડતી મહાસભાએ પણ અપનાવી લીધો હતો. એ પહેલા કોગ્રેસ જિંદાબાદ અને વંદે માતરમ નારા તરીકે વધુ ફેમસ હતા.૧૯૪૬માં એક ચુંટણી સભામાં લોકોએ કોગ્રેસ જીંદાબાદનો નારો લગાવ્યો ત્યારે જવાહરલાલ નેહરૂએ જય હિંદનો જયઘોષ કરવાનું સુચન કર્યું હતું.

૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદીની જાહેરાત કરતા પ્રથમ ભાષણનું સમાપન નેહરૂએ જય હિંદ નારો લગાવીને કર્યું હતું. ભારતની પહેલી ટપાલ ટીકિટ બહાર પાડવામાં આવેલી તેના પર પણ જય હિંદ લખવામાં આવ્યું હતું. આઝાદી પછી પોસ્ટ ઓફિસોને પણ ટીકિટ પર જયહિંદનો સિકકો લગાવવાની સૂચના આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

દશેરા નિમિત્તે શોભાયાત્રા દરમિયાન મદરેસામાં ઘૂસી ટોળાએ બળજબરીથી કરી પૂજા, 9 પર FIR, 4ની ધરપકડ

Hemal Vegda

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda
GSTV