GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

આ રિપોર્ટ સાચો તો કોરોના વાયરસના કરોડો કેસ હશે, નહીં અટકાવી શકાય આ રોગ

કોરોના

કોરોના વાયરસનાં વિરૂધ્ધ વિકસિત રોગપ્રતિકારક ક્ષમતા માત્ર છ મહિના સુધી જ ટકી શકે છે, ત્યાર બાદ શરીરમાં એન્ટીબોડીનાં સ્તરમાં ઘટાડો થવાનું શરૂ થઇ જાય છે, જેથી વ્યક્તિ બીજી વખત પણ સંક્રમિત થઇ શકે છે, એમ્સર્ટડેમ યુનિવર્સિટીનાં તાજેતરની સ્ટડીમાં આ બાબત જાણવા મળી છે. સંશોધકોએ સતત 35 વર્ષ સુધી 10 પુરૂષોમાં શરદી-ઉધરસના માટે જવાબદાર કોરોના વાયરસની ચાર નશલની અસર તપાસી, તેમણે જણાવ્યું છે કે તમામ પ્રતિભાગિઓમાં કોરોના વાયરસની પ્રત્યેક નશ્લની સામે લડવાની તાકાત બહું જ ઓછા સમય માટે પેદા થઇ રહી હતી. છ મહિના બાદ તેમાં કોરોનાને માત આપનારી એન્ટીબોડીનાં સ્તર ઝડપથી ઘટવા લાગ્યા હતાં. 12 મહિના વિત્યા ત્યાં સુધીમાં તે કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે.

એન્ટીબોડીની કોઇ ગેરન્ટી નથી

મુખ્ય શોધકર્તા લીયા વૈન ડેર હોએકનાં જણાવ્યા પ્રમાણે સ્ટડીથી એ સ્પષ્ટ થાય છે કે અન્ટીબોડી તપાસમાં કોઇ વ્યક્તિમાં કોરોના વિરોધી એન્ટીબોડી મળવાનો એ મતલબ નથી કે તે વાયરસથી સુરક્ષીત છે. 6થી 7 મહિનાની અંદર જ્યારે એન્ટીબોડીનું સ્તર ઘટવા લાગે છે અને વાયરસ બે વખત હુમલો કરશે તો શક્ય છે કે વ્યક્તિ ફરીથી સંક્રમિત થઇ શકે.

દર વર્ષે રસી લેવી પડશે

હોએકે દાવો કર્યો કે સમગ્ર વસ્તીમાં એક વખત ટીકાકરણ કરાવ્યા બાદ કોરોના વાયરસની વિવિધ નસ્લનો પ્રકોપ કેટલાક વર્ષો માટે થંભી જશે, એ માની લેવું બહુ મોટી ભુલ છે, જો લોકોને એક વખત રસી ન મુકાવી તો 6થી 12 મહિનાની અંદર તે બીજી વખત વાયરસનો શિકાર થઇ શકે.

ઇમ્યુનીટી પાસપોર્ટ પર સવાલ

રીડિંગ યુનિવર્સિટીમાં વિષાણુ વૈજ્ઞાનિક ઇયાન જોન્સે કોરોના વિરૂધ્ધ આખા વર્ષની રોગપ્રતિકારક ક્ષમતા વિકસીત કરવાનાં દાવા વચ્ચે ઇમ્યુનીટી પાસપોર્ટ જારી કરવાની બ્રિટીશ સરકારની યોજના પર સવાલ ઉઠાવ્યા છે. ઇમ્યુનીટી પાસપોર્ટ હેઠળ લોકોના કામ પર પરત ફરવા, વસ્તીનું એકબીજા સાથે મળવું, અને યાત્રાની મંજુરી આપવા પર વિચાર છે, તે લોકોમાં કોરોના વાયરસ વિરૂધ્ધની એન્ટીબોડી પેદા થઇ હોય.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!