GSTV

રક્ષાબંધનની રાહ જોઈ રહી છે જાહ્નવી, પહેલીવાર ભાઈ અર્જુનને રાખડી બાંધશે.

Last Updated on July 12, 2018 by

જાહ્નવી કપૂર રક્ષાબંધનના તહેવારની આતુરતાથી રાહ જોઈ રહી છે કારણકે આ વર્ષે પહેલીવાર તે અને ખુશી પોતાના ભાઈ અર્જુનને રાખડી બાંધશે.

જાહ્નવીએ વાતચીતમાં કહ્યું હતું કે, આ વર્ષે રક્ષાબંધનની આતુરતાથી રાહ જોઈ રહી છું કારણકે પહેલીવાર અર્જુન ભાઈને રાખડી બાંધીશ. પાછલા થોડાક મહિનાઓમાં તેમણે જે રીતે અમને હિંમત આપી છે, અમારા માટે ઘણી મોટી વાત છે. તેમણે અમને જે આપવાનું હતું, તેના કરતાં ઘણું વધારે આપી દીધું છે. માના મૃત્યુ પછી જે કપરો સમય હતો, તેમાં અમારો આખો પરિવાર એક થઈ ગયો.

પરિવાર વિષે વાત કરતા જાહ્નવી કહે છે કે, આજકાલ ફિલ્મ પ્રમોશનને કારણે ટ્રાવેલિંગ ઘણું વધી ગયું છે. માટે હું ખુશી સાથે ઘણો ઓછો સમય પસાર કરી શકુ છું. જો કે અર્જુન ભૈયા, અંશુલા દીદી અને પપ્પા પણ ટ્રાવેલ કરી રહ્યા છે, પરંતુ ખુશીને મિસ કરુ છું. ખુશી ધડકના મારા કેરેક્ટરની જેમ મજબૂત અને ઈન્ડિપેન્ડન્ટ છે.

જાહ્નવી આગળ કહ્યું કે, હું મોટી છું, પરંતુ ખુશી મને સંભાળે છે. જ્યારે હું જમતી નથી તો ફોન કરીને ધમકાવે છે, ઊંઘ ન આવે તો મને સુવડાવે છે અને જ્યારે મારો દિવસ સારો પસાર ન થઈ રહ્યો હોય ત્યારે ફોન પર સતત મારી સાથે વાત કરે છે. ખબર નહીં કેમ પણ હું માની છબી ખુશીમાં જોવુ છું.

Related posts

Omicron symptoms/ સામે આવ્યા ઓમિક્રોનના તમામ 20 લક્ષણો, જાણો કેટલા દિવસ સુધી શરીરમાં ઘર કરીને રહે છે આ વેરિએન્ટ

Bansari

Corona Effect/ કોરોના પછી બદલાઈ ગયો માતાના દૂધનો કલર, પરિવર્તન જોઈ ચોકી ગઈ મહિલા

Damini Patel

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!