અરવલ્લીમાં હવે શાકભાજીના ખેડૂતો માટે સર્જાઈ છે આ મુશ્કેલી, નથી મળતા…

અરવલ્લી જિલ્લામાં મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતો શાકભાજી વેચવા આવ્યા ત્યારે તેમને પોષણક્ષમ ભાવ ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અગાઉ જે ભાવ મળતા હતા તેના કરતા પણ ઓછા ભાવ મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે.

ક્યારેક ઓછા વરસાદથી તો ક્યારેક વધુ ઉત્પાદનથી કોઇને કોઇ કારણોસર ખેડૂતોની હાલત ખરાબ થતી હોય છે. મોડાસા માર્કેટ યાર્ડની જ્યાં હાલમાં શાકભાજીની એટલી હદે આવક થઇ રહી છે કે ખેડૂતોને તેમના પકવેલા શાકભાજીનો ભાવ ન મળતા કફોડી હાલતમાં મુકાયા છે.

હાલમાં શાકભાજીના ભાવોની વાત કરીએ તો વેપારીઓ કહે છે કે શાકભાજીની આવક વધુ છે. જ્યારે માર્કેટમાં ઘરાકી ઓછી છે. જેથી આ સ્થિતી સર્જાઇ છે. જ્યારે બજારમાં શાકભાજીનો ભાવ આસમાને હોય છે. ત્યારે પણ ખેડૂતોને શાકભાજીનો પૂરતો ભાવ મળતો નથી હોતો જેના કારણે ખેડૂતો બંને તરફથી પીસાઇ રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter